Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સપ્ટેમ્બરથી અનિવાર્ય બનશે ઇ-ચલણ

મીનીમમ લીમીટથી વધારે ધંધો કરનારાઓને જીએસટી નેટવર્ક સાથે જોડાયેલ સોફટવેર આપવામાં આવશે : એક જ સોફટવેરમાં ઇ-ચલણ અને ઇ-વેબીલ બંન્ને નીકળશે

નવીદિલ્હી, તા.૬: જી એસટીની ચોરીને રોકવા માટે એક નિર્ધારીત મર્યાદાથી ઉપર ધંધો કરતા એકમો વચ્ચે ખરીદ વેચાણના બધા ચલણ એક સરકારી પોર્ટલ પર કાઢવાનો નિયમ સપ્ટેમ્બરથી ફરજીયાત બનાવી દેવાશે.

આ પ્રકારના ઇ-ચલણની વ્યવસ્થા અમલી બનાવવા અંગે કેન્દ્ર રાજયો અને જી એસટી નેટવર્કના કુલ ૧૩ અધિકારીઓની એક સમિતિ બનાવી ચુકાઇ છે.

કેન્દ્રિય રાજસ્વ સચિવ આને અમલી બનાવવાના કામની દેખરેખ રાખી રહ્યા છે. કેન્દ્રના એક અધિકારીએ કહ્યું કે એક ધંધાથી બીજા ધંધા વચ્ચેના વેપાર માટે ઇ ચલણની વ્યવસ્થા ત્રણ ચાર મહીનામાં અલીમ બનાવી દેવાશે. આ કામ તબકકાબાર રીતે થશે. પછી વેપારીઓથી ગ્રાહકોને અપાતા ચલણમાં પણ તે ફરજયાત કરી દેવાશે.

આનાથી જીએસટીની ચોરી રોકવામાં બહુ મદદ થશે અને બોગસ ચલણના ઉપયોગ પર અંકુશ મુકાશે તેવી આશા છે. આનાથી વેપારી એકમો માટે જીએસટી રીટર્ન દાખલ કરવાનું પણ વધુ સરળ બની જશે કે તેમના વેપારમાં માલના ચલણનો આંકડો સેન્ટ્રલ પોર્ટલમાં પહેલાથી જ રજીસ્ટર્ડ હશે.

આના માટે લઘુતમ વાર્ષિક મર્યાદાથી વધારેનો ધંધો કરનાર એકોને એવો સોફટવેર આપવામાં આવશે જે જીએસટી નેટવર્ક સાથે જોડાયેલ હશે. જેની મદદથી તે બીજા ધંધાદારી એકમને વેચેલા માલ અથવા સેવાનું ઇ-ચલણ કાઢી શકશે. માલની એપની કિંમતના આધારે ઇ ચલણ નો નિયમ લાગુ થઇ શકે છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી માલના ચલણની સાથે સાથે વેપારીઓ ઇ-વે બીલ પણ કાઢી શકાશે.(૨૨.૩)

 

(11:58 am IST)