Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હિરો મોટો કોર્પની નવી યોજના

રોજના રૂ. ૧૮.૫૦ ભરો ને બનો સ્કૂટરના માલિક

કંપનીએ વ્હેતી મુકી બાયબેક યોજનાઃ ૫ વર્ષ બાદ કંપનીને પાછુ આપી શકાશે

મુંબઇ તા.૬: હિરો મોટો કોર્પ ગ્રાહકોને આકર્ષવા માટે એક બાયબેક યોજના શરૂ કરી છે. જેના હેઠળ જો કોઇ હિરોનું નવું સ્કૂટર ખરીદશે તો તે પાંચ વર્ષની અંદર તેને કંપીનને પાછું વેચી શકશે. કંપનીનું કહેવું છે કે આ યોજનાનો ઉદ્દેશ દેશમાં સ્કૂટરના વેચાણમાં તેજી લાવવાનો છે. હિરો મોટો કોર્પના સેલ્સ હેડ સંજય ભાણે કહ્યું કે આ યોજનાને બાયશ્યોરંસ નામ અપાયું છે અને દ્રિચક્રી વાહનોના બજારમાં તે પ્રથવાર છે. પ્લેઝર અને ડેસ્ટીની નામના મોડલ બનાવનાર આ કંપનીનું માનવું છે કે આ યોજનાથી બજારમાં વિશ્વાસ ઉભો થશે અને તેને બજારમાં પોતાનો હિસ્સો વધારવામાં મદદ મળશે. અત્યારે આ બજારમાં હોંડા અને ટીવીએસનો દબદબો છે.

ભાણે કહ્યું, '' અમે સ્કૂટર બજારમાં બહુ મોડા આવ્યા, બાકી કંપનીઓ પહેલા આવી ચુકી હતી. અમારે આ અંતર કાપવાનું જ નથી પણ તેનાથી આગળ નિકળવાનું છે. આ યોજનાથી અમે અપેક્ષાકૃત પરિણામો મેળવી શકીશું.'' હિરોએ સેકન્ડ હેન્ડ દ્વિચક્રી વાહનોની ઓનલાઇન બ્રાંડ ક્રેડઆર સાથે હાથ મેળવીને આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ હિરોનું નવું સ્કૂટર ખરીદનારને ક્રેડઆર તરફથી ગેરંટેડ બાયબેક સર્ટીફિકેટ આપવામાં આવશે.

તેમાં આગામી પાંચ વર્ષ સુધી દર છ મહિનાના હિસાબે એક નક્કી કરાયેલ બાયબેક વેલ્યું હશે. તેનો લાભ લેવા માટે ગ્રાહકોએ હિરોના ડીલરોનો સંપર્ક કરવાનો રહેશે.

પાંચ વર્ષની વોરંટી ઉપરાંત ગ્રાહકોને મોડલની ઓકસ શોરૂમ કિંમતનો નક્કી કરાયેલ ભાવ અપાશે. સ્કૂટર પહેલા વર્ષે વેચાણ છે કે બીજા, ત્રીજા, ચોથા અથવા પાંચમાં વર્ષે તેના આધારે આ રકમ નક્કી થશે. દાખલા તરીકે જો કોઇ સ્કૂટરની એકસ શોરૂમ કિંમત ૫૦,૦૦૦ છે અને તે ત્રીજા વર્ષે વેચવામાં આવે તો ૬૦% ના હિસાબે તેને ૩૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે કે ગ્રાહક ૩ વર્ષમાં ૨૦,૦૦૦ ખર્ચશે. આ રકમ વર્ષના ૬૬૬૬, મહિનામાં પપપ અને રોજના ૧૮.૫૦ રૂપિયા થશે. જે ઓટો રીક્ષાના ભાડાથી પણ ઓછા છે કેમ કે દિલ્હીમાં પહેલા કિલો મીટર માટે ૧૪ રૂપિયા આપવા પડે છે.

કટ્ટર હરીફાઇ વાળા સ્કૂટર માર્કેટમાં હિરોની સફર સરળ નથી રહી. તેણે ૨૦૦૫માં તેમાં પ્રવેશ કર્યો હતો અને હોંડા તથા બીજી કંપનીના ગ્રાહકોને ખેંચવા કેટલાય મોડલ બજારમાં ઉતાર્યા હતા પણ તેને બહુ સફળતા નથી મળી. સ્કૂટર બજારમાં હોંડાનો હિસ્સો ૫૦ ટકાથી વધારે છે જયારે હિરો ત્રીજા નંબર પર છે. ગયા વર્ષે દ્રિચક્રી વાહનોના વેચાણની ઝડપ ઘટી હતી અને ત્યારપછી વીમાના પ્રિમીયમમાં વધારો અને આઇએલએન્ડએફએસ સંટકના કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. જેની સોૈથી વધુ અસર સ્કૂટરોના વેચાણ પર થઇ છે. તેમાં મોટર સાઇકલ કરતા પેટ્રોલનો વપરાશ વધુ થાય છે.(૧.૪)

(11:57 am IST)