Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

૧૪ વર્ષ મુખ્યમંત્રીઃ પ વર્ષ વડાપ્રધાન

વારાણસી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી

વાપી તા. ૬ : વારાણસી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આ બેઠક પરથી નામાંકન ભરાતા આ બેઠકની દેશભરમાં ચર્ચા જામી છે.

૧૭ મી સપ્ટેમ્બર ૧૯પ૦ ના રોજ ગુજરાતના વડનગર ખાતે જન્મ - બાળપણ થી જ સંઘના રંગે રંગાયેલ નરેન્દ્રભાઇની કારકીર્દી સંઘના કાર્યકરથી વડાપ્રધાન પદ સુધીની જોવા મળી રહી છે.

૧૪ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લા પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન પદે બિરાજતા નરેન્દ્રભાઇએ વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કર્યુ છે. કદાચ રાજકીય આલમના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું હશે કે બધા પક્ષો ભેગા થઇ નરેન્દ્રભાઇને હરાવવા નીકળ્યા છે.

ર૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં અભુતપુર્વ વિજય મેળવ્યા બાદ ર૦૧૯ માં પણ ભવ્ય જીત મળશે તેવા વિશ્વાસ સાથે નરેન્દ્રભાઇ દેશભરને ખુંદી જાહેરસભાઓ કરી રહ્યા છે. ફરીવાર આ જંગ જીતવા અથાગ મહેનત કરી રહ્યા છે.

હવે જોઇએ ર૦૧૯ ની આ ચૂંટણીમાં વારાસણી બેઠક પરથી નરેન્દ્રભાઇ શું ચમત્કારિક પરિણામ આપી શકે છે.

વારાણસી લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવ

વાપી તા. ૬ : વારાણસી લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવ કોંગ્રેસમાંથી સમાજવાદી પાર્ટીની ગાડીમાં બેસી આ ચૂંટણી જંગ જીતવા નીકળ્યા છે.

શાલિની યાદવ બનારસ - હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમમાં ગ્રેજયુએટ હોવા ઉપરાંત તેમની પાસે ફેશન ડીઝાઇનીંગની ડીગ્રી પણ ધરાવે છે.

આમ તો શાલિની યાદવ કોંગ્રેસના છે. ર૦૧૭ માં વારાણસીના મેયરની ચૂંટણી પણ તેઓ લડી ચૂકયા છે. પરંતુ તેમાં અસફળ રહ્યા હતાં. તાજેતરમાં જ વારાણસી ખાતે તેમજ ઉ.પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પ્રિયંકા ગાંધીના પ્રચાર દરમ્યાન તેમને ઓછું મહત્વ અપાતા તેઓ કોંગ્રેસથી નારાજ થઇ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે.

સમાજવાદી પાર્ટીમાં જોડાતાની સાથે જ પક્ષે તેમના ઉપર વિશ્વાસ મુકી લોકસભાની ચૂંટણીની ટિકીટ આપી મહત્વની જવાબદારી સોંપી છે.

વારાણસી સ્થાનિક ખાતે સારું વર્ચસ્વ ધરાવે છે. બીજી ઓળખ આપીએ તો તેઓ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને રાજયસભાના પૂર્વ ઉપસભાપતિ શ્યામલાલ યાદવના  પુત્રવધુ છે. હવે જોઇએ આ ચૂંટણી જંગમાં શાલિની યાદવ કેટલું મેદાન મારે છે.

વારાણસી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજય રાય

વાપી તા. ૬ : વારાણસી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરી અજય રાય મેદાનમાં ઉતર્યા છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને હરાવવા જાણે જંગ આદર્યો છે.

૧૯ મી ઓકટોબર ૧૯૬૯ ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે જન્મ - માતાનું નામ પાર્વતીદેવી અને પિતાનું નામ સુરિન્દર રાય...

ઉત્તર પ્રદેશમાં અજય રાયની ગણના એક બાહુબલી નેતા તરીકે થાય છે. આપણને આશ્ચર્ય થશે અજય રાય જયારે મહાત્મા ગાંધી કાશી વિદ્યાલયમાં ગ્રેજયુએશન કરી રહ્યા હતાં. ત્યારથી જ એબીવીપીમાં જોડાઇને છાત્ર નેતા બન્યા હતાં. ૧૯૯૬ માં ભાજપે અજય રાયને કોલ અસલા વિધાનસભા બેઠકની ટિકીટ આપી હતી. અને આ ચૂંટણીમાં તેમણે ઐતિહાસીક વિજય મેળવ્યો હતો.

ત્યારબાદ ર૦૦ર અને ર૦૦૭ માં પણ તેમણે વિજયી મેળવી હેટ્રિક કરી હતી. ર૦૦૯ ના વર્ષમાં વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ ભાજપે મુરલી મનોહર જોશીને ઉતારતા તેઓ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા.

ર૦૦૯ ની ચૂંટણી તેમણે સમાજવાદી પાર્ટી તરફથી લડીને હાર્યા. ત્યારબાદ બે વિધાનસભાની ચૂંટણી જીત્યા. તો ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં કારમી પછડાટ ખાધી આમ છતાં ર૦૧૯ માં ફરી નરેન્દ્રભાઇને ટક્કર આપવા કોંગ્રેસ તરફથી ઉતર્યા છે.

(11:55 am IST)