Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વડાપ્રધાન મોદી નશાની હાલતમાં ભાષણો કરી રહ્યા છે

આપ સાંસદ સંજય નિરૂપમે વડાપ્રધાન મોદી માટે એક વિવાદિત ટીપ્પણી કરી : તેણે ચૂંટણી પંચને પણ પોતાની સાથે ઘસડ્યું હતું

નવી દિલ્હી  તા. ૬ : લોકસભા ચૂંટણીમાં નેતાઓ દ્વારા આરોપ પ્રત્યારોપ લગાવવા માટે થઇ રહેલી જીભાજોડી રોજિંદી રીતે નિચલા સ્તર પર જઇ રહી છે. AAP સાંસદ સંજયસિંહે વડાપ્રધાન મોદી માટે વિવાદિત ટીપ્પણી કરી છે. સંજય સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી નશાની હાલતમાં ભાષણો આપી રહ્યા છે અને તેમની તપાસ કરાવવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ મેના રોજ યુપીના પ્રતાપગઢથી વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર૧ ગણાવી દીધા હતા. વડાપ્રધાનનાં આ નિવેદન અંગે કોંગ્રેસ ઉકળી પડી છે અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીનાં આ નિવેદન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારા કર્મો તમારી રાહ જોઇ રહ્યા છે. રાહુલે ટ્વીટ કર્યું, મોદીજી લડાઇ ખતમ થઇ ચુકી છે. તમારા કર્મ તમારી રાહ જોઇ રહ્યા છે. પોતાના વિશે પોતાની વિચારસરણીને મારા પિતા પર થોપવું તમને નહી બચાવી શકે.

વડાપ્રધાન મોદીની આ ટિપ્પણી અંગે આમ આદમી પાર્ટીએ પણ તેમની વિરુદ્ઘ મોર્ચો ખોલી દીધો. પાર્ટીના સાંસદ સંજય સિંહે એક ખાનગી ચેનલના ટ્વીટ પર જવાબ આપતા કહ્યું કે, જે વ્યકિત આ દુનિયામાં જ હાજર નથી તેના વિશે આ પ્રકારની ટિપ્પણીઓ કરવી અશોભનીય અને નિંદનીય છે. આવી ટીપ્પણી કોણ કરી શકે, ચૂંટણી પંચે ગાંજાના વેચાણ પર પ્રતિબંધ લગાવે અને મોદીની તપાસ કરાવે તે નશાની હાલતમાં ભાષણ કરી રહ્યા છે.(૨૧.૧૩)

(11:54 am IST)