Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પુલવામામાં મતદાન દરમ્યાન પોલિંગ બુથ પર ગ્રેનેડ હુમલોઃ પ. બંગાળમાં બીજેપી-તૃણમૂલ વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમાં ચરણના મતદાન દરમ્યાન જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લના પોલિંગ બુથ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, બીજી બાજુ પશ્ચિમ બંગાળના બૈરકપુર સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર અર્જુન સિંહે આરોપ મુકયો કે ટીએમસીએ તેના પર ગુંડાઓ દ્વારા હુમલો કરાવ્યો છેઃ પાંચમા ચરણના મતદાન દરમ્યાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પોલિંગ બુથ પર ગ્રેનેડ હુમલો થયાના અહેવાલો મળી રહ્યા છેઃ જો કે તેમાં કોઈ જાનમાલનું નુકશાન થયું નથી તેમજ પ.બંગાળમાં બૈરકપુરથી બીજેપી ઉમેદવાર અર્જુન સિંહ પર હુમલો થયાના અહેવાલો મળી રહ્યા છે

 

(11:50 am IST)