Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા: બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહ સાથે મારપીટ

બહારથી બોલાવાયેલા ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો હોવાનો આરોપ

નવી દિલ્હી :દેશમાં પાંચમા તબક્કામાંજે લોકસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે, તેમાં પશ્ચિમ બંગાળની સાત સીટો પણ છે. પશ્ચિમ બંગાળણાં વોટિંગ દરમિયાન ફરી  હિંસાના અહેવાલ સામે આવી રહ્યા છે. મતદાન દરમિયાન બૈરકપુરમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ છે. આ દરમિયાન ભાજપ ઉમેદવાર અર્જુન સિંહે આરોપ લગાવ્યો કે તેની સાથે મારપીટ કરવામાં આવી છે.

  બૈરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસી પર આરોપ લગાવ્યો અને કહ્યું છે કે, બહારથી બોલાવાયેલા ટીએમસીના ગુંડાઓએ મારા પર હુમલો કર્યો, આ લોકો મતદાતાઓને ડરાવી રહ્યા હતા, મને પણ ઈજા પહોંચી છે. બૈરકપુરમાં પોલિંગ બૂથ પર બંને પક્ષો વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ. ભાજપના ઉમેદવારનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તા વોટર્સોને મતદાન કરવાથી રોકી રહ્યા હતા.

(11:16 am IST)