Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

દિલ્હીના નોઈડામાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો :192 યુવક-યુવતીઓની ધરપકડ

નોઈડા એક્સપ્રેસ હાઇવે પરના ફાર્મહાઉસમાં રેવપાર્ટીમાં નશામાં ધૂત યુવક-યુવતીઓ સહીત ફાર્મહાઉસના માલિકને પણ ઝડપી લેવાયો :પોલીસની ચાર ટીમ દ્વારા કાર્યવાહી

નવી દિલ્હી :દિલ્હી નજીક આવેલા નોઈડામાં પોલીસે મોડી રાત્રે ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો હતો નોઈડાના ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડીને 192 જેટલા યુવક યુવતીઓને ઝડપી લીધા હતા જેમાં 161 છોકરાઓ અને 31 છોકરીઓની ધરપકડ થઇ છે. પોલીસે જણાવ્યું કે પકડવામાં આવેલા તમામ  છોકરા-છોકરીઓ દિલ્હીના રહેવાસી છે.

પોલીસ અનુસાર રેવ પાર્ટી કોઈ પણ પરમિશન વિના થઇ રહી હતી. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. નોઈડાના એક્સપ્રેસ વે પાસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જેવી આ બાબતે સૂચના મળી ત્યારે પોલીસની ચાર ટીમ જગ્યા પર પહોંચી ગઈ અને તેમને ત્યાં નશામાં ધૂત છોકરા-છોકરીઓની ધરપકડ કરી.

પોલીસે આ મામલે ફાર્મ હાઉસના માલિક અમિત ત્યાગીની પણ ધરપકડ કરી છે. પોલીસે આ રેવ પાર્ટીથી કુલ 192 લોકોની ધરપકડ કરી છે, જેમાં 161 છોકરાઓ અને 31 છોકરીઓ શામિલ છે. પોલીસે અનુસાર તેમને ખુબ જ વધારે દારૂ પીધો હતો અને બીજા અલગ અલગ પ્રકારના નશા પણ કરવામાં આવી રહ્યા હતા

(11:09 am IST)