Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

તિહાડમાં ભટકલ બન્યો 'ડોકટર'

કેદીઓ ઉપરાંત જેલ સ્ટાફને યુનાની ઉપચાર જણાવી રહ્યો છે યાસીન

મુંબઇ તા. ૬ : આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદીનના ફાઉન્ડર મેમ્બર યાસીન ભટકલ હાલમાં તિહાડમાં કેદીઓની સારવાર કરી રહ્યા છે. તે તેમના સેલમાંથી યુનાની પદ્ઘતિના તમામ ઉપચાર જણાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેના ઉપચારથી કેદી જ નહીં તિહાડના સ્ટાફે પણ શરદી-ઉધરસ તાવ જેવી બીમારીઓમાં આરામ મળવાનો દાવો કર્યો છે. ભટકલના મરીજોમાં સેકસ સમસ્યાથી પીડિત લોકો પણ છે.

યાસીન ભટકલ એક સમયે દેશનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો.તેને ૨૦૧૩માં ભારત-નેપાળ બોર્ડરથી પકડવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કેઙ્ગ ત્યારે પણ હવે યુનાની ડોકટરના વેશમાં છુપાયેલો હતો. તેની પાસે ડોકટરીની કોઈ ડિગ્રી નથી. પરંતુ હવે જેલમાં પણ તે નુસ્ખા જણાવા લાગ્યો છે. તિહાડના એક આલા અધિકારીને જયારે પૂછવામાં આવ્યું કે તેઓએ કોઈ જાણકારી હોવાથી ઇન્કાર કર્યો છે.

(10:30 am IST)