Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ટીપુ સુલ્તાનના જીવનથી પ્રેરણા મળે છે

ઇમરાન ખાને ટીપુ સુલ્તાનની પુણ્યતિથિએ તેમને આપી શ્રધ્ધાંજલિ

ઇસ્લામાબાદ તા. ૬ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ૧૮મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલ્તાનની પુણ્યતિથિ પર તેમને શ્રધ્ધાંજલિ આપી છે અને 'દાસતા કા જીવન જીને'ને બદલે સ્વતંત્રના માટે મરવાનું પસંદ કરવા બદલ તેમના વખાણ કર્યા છે.

ઇમરાન ખાને ટવીટર ઉપર ટીપુના વખાણ કર્યા જેમને 'મૈસુરના સાવજ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથી તારીખે ટીપુ સુલ્તાનની પુણ્યતિથિ હતી. એક વ્યકિત જેને હું એટલા માટે પસંદ કરૃં છું કારણ કે તેમણે ગુલામનું જીવન જીવવાના બદલે સ્વતંત્રતા પસંદ કરી અને એણે આ માટે લડતા લડતા મર્યા હતા.

આવું પહેલીવાર નથી બન્યું. પુલવામા બાદ બોલાવાયેલા સંયુકત સત્રમાં પણ ઇમરાન ખાને ટીપુની બહાદુરીના વખાણ કર્યા હતા. સુલતાન ચોથા એગલો - મૈસુર યુધ્ધમાં બહાદુરીથી લડતા હતા પણ શ્રીરંગપટનમની ઘેરાબંધીમાં માર્યા ગયા હતા.

ફ્રાંસના સૈન્ય સલાહકારોએ ગુપ્ત રસ્તેથી ભાગી જવા સલાહ આપી હતી પણ તેમણે જવાબ આપ્યો હતો કે હજારો વર્ષ મીંદડીની જેમ જીવવાને બદલે એક દિવસ સિંહની જેમ જીવવું સારૂ છે.

(10:29 am IST)