Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

જૈન સમાજની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક જૈનો 'હમ દો હમારે દો'ના નારાનો અમલ ન કરે

'હમ દો હમારે તીન'નો નારો અપનાવવા હાંકલ : ત્રીજું બાળક દીકરી હશે તો સમાજ મદદ કરશે

નવી દિલ્હી તા. ૬ : જૈન સમાજના વિદ્વાન તેમજ મુનિશ્રીઓએ ગઈ કાલે દિગમ્બર જૈન મહાસમિતિ ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના સંભાગીય પદાધિકારી સંમેલનમાં તેમની ઘટતી જનસંખ્યા પર ચિંતા વ્યકત કરી છે.

ઙ્ગપ્રદેશ અધ્યક્ષ નવનીત જૈને કહ્યું કે 'હમ હમારે દો'નો નારો ખતમ કરવાનો સમય છે. આપણે હમ દો હમારે તીન પર કામ કરવું પડશે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ત્રીજી સંતાન પુત્રી હોવા પર મહાસમિતિ એવા પરિવારનો પણ સહયોગ કરશે. પ્રદેશ અધ્યક્ષ જૈન સમાજ દ્વારા સંચાલિત વિવિધ સેવા યોજનાઓની ચર્ચા કરીને જૈન સમાજની ઘટતી જનસંખ્યા પર ચિંતા વ્યકત કરી છે. તેઓએ 'હમ દો હમારે તીન'ની યોજના પર કામ કરવાનું આહવાન કર્યું. તેઓએ કહ્યું કે એવું થયું નહીં તો જૈન ધર્મનું અસ્તિત્વ ખતરામાં પડી જશે. તેઓએ ઘોષણા કરી કે જો કોઈ જૈન દંપતી ત્રીજું બાળક પેદા કરે છે અને તે છોકરી હશે તો મહાસમિતિ તેને સહાયતા પ્રદાન કરશે.

તેઓએ જણાવ્યું કે જૈન સમાજ દ્વારા સંપૂર્ણ રાજયમાં ભગવાન આદિનાથ આહારદાન યોજનાનો પ્રારંભ કરવામાં આવી છે. તેમાં જરૂરિયાતમંદ વ્યકિતઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં વિવિધ સ્થાનો પર ભંડારાનું આયોજન કરવામાં આવશે.

ઙ્ગ રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ દિનેશ ચંદ જૈને જણાવ્યું કે આંચલિક અધ્યક્ષ નવનીત જૈને રાજયમાં પરિવાર સુલહ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જૈન સમાજના એકબીજાના મતભેદોને નિપટાવી શકાય છે. એવામાં કોર્ટ કચેરીની નૌબત આવશે.

(10:29 am IST)