Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હાય રે ભુખમરો...

ભુખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડયા માટીના ઢેફા : બેના મોત

બાળકોનું પોસ્ટમોર્ટમ તો નહોતું કરવામાં આવ્યું પરંતુ એ નક્કી છે કે તેમનું મોત ભૂખ અને કુપોષણના કારણે થયું હતું

હૈદ્રાબાદ તા. ૬ : આંધ્રપ્રદેશના અનંતપુરમાં બે માસૂમ બાળકોના મોત તે સમયે થયા, જયારે ભૂખ મિટાવવા માટે માટીના ઢેફા ખાઈ લીધા. બાળકોનું નામ ચે સંતોષ અને વેન્નેલા. ૩ વર્ષનો સંતોષ અને ૩ વર્ષની વેન્નૈલા માસિયાઈ ભાઈ બહેન હતા. આ બંને બાળકોના માતા-પિતા છૂટક મજદૂર છે.

રિપોર્ટ અનુસાર, વેન્નૈલા પોતાની માસી નાગમણીના ઘરે રહેતી હતી. ખાવાનું ન મળવાના કારણે બંને બાળકો માટી ખાવાના આદતી બની ગયા. એક અંગ્રેજી વેબ પોર્ટલ અનુસાર, સંતોષનું મોત ૬ મહિના પહેલા થયું, જયારે બહેન વેન્નૈલાનું મોત ૮ એપ્રિલના રોજ થયું. પાડોસિઓનું કહેવું છે કે, બંનેના મોત ભૂખના કારણે માટી ખાવાથી થયા છે.

જીલ્લા સ્વાસ્થ્ય અને ચિકિત્સા અધિકારી કેવીએનએસ અનિલ કુમારે જણાવ્યું કે, બંનેના માતા-પિતા કામની શઓધમાં બાળકોને દાદી પાસે છોડી જતા રહેતા હતા, જયાં આ બાળકોની સારી રીતે દેખભાળ નહોતી થતી. તેમણે જણાવ્યું કે, બાળકોનું પોસ્ટ માર્ટમ તો નહોતું કરવામાં આવ્યું પરંતુ, એ નક્કી છે કે, તેમનું મોત ભૂખ અને કુપોષણના કારણે થયું હતું.

આસપાસના લોકોનું કહેવું છે કે, આ પરિવાર ઘણો ગરીબ હતો અને તેમની પાસે કયારેક-કયારેક ખાવા માટે પણ કઈં ન હતું. આ પરિવાર પાસે રાશનકાર્ડ પણ નથી કેમકે, આધારકાર્ડ ન હોવાના કારણે તંત્ર રાશકાર્ડ પણ નહોતો બનાવી શકતો.

બાળકોના અધિકારો માટે લડતી એનજીઓ 'બાલાલા હક્કુલા સંઘમ'ની અધ્યક્ષ અચ્યુતા રાવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચને પત્ર લખી ન્યાય અપાવવાની માંગ કરી છે. હવે આ પરિવારના તમામ બાળકોને બાળ ગૃહ મોકલી દેવામાં આવ્યા છે.

(10:28 am IST)