Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વરિષ્ઠ નેતા કપીલ સિબ્બલનો ખુલાસો

કોંગ્રેસને એકલા હાથે બહુમતી નહિ મળે

ભાજપને ૧૬૦થી વધુ બેઠકો નહિ મળે : બનશે ગઠબંધનની સરકાર

નવી દિલ્હી તા. ૬ : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, હાલની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનાં દમ પર બહુમતી પ્રાપ્ત કરે તેની શકયતા નહીવત્ત છે. જો કે તેમણે દ્રઢતા સાથે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી સંયુકત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) એક છે અને ગઠબંધનની આગામી સરકાર બનાવવાની સ્થિતીમાં હોઇ શકે છે. તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જો  કોંગ્રેસ લોકસભામાં બહુમતની ૨૭૨ના આંકડાને પાર કરવા મુદ્દે નિશ્ચિત હોત તો તે નિશ્ચિત રીતે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરત, કારણ કે પાર્ટીમાં નિર્વિવાદ નેતા છે. જો કે તે પુછવામાં આવતા કે જો સંપ્રગને બહુમતી મળે તો કોણ વડાપ્રધાન પદનાં ઉમેદવાર કોણ હશે ? તેઓ ગોળગોળ જવાબ આપવા લાગ્યા હતા.

સિબ્બલે કહ્યું કે, આ ગઠબંધન દ્વારા પરિણામ આવ્યા બાદ જાહેરાત કરવામાં આવશે. જાણીતા વકીલ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સિબ્બલને પુછવામાં આવ્યું કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને પોતાનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરવામાં ખચકાઇ શા માટે રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને ૨૭૨ સીટો મળે છે તો કોઇ ખચકાટ ન હોત. જો કે દબાણ કરતા  કોંગ્રેસ હજી પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારી શકે છે અને કહી શકે છે કે જો પાર્ટીને બહુમત મળે છે તો તેઓ જ વડાપ્રધાન હશે.

આ અંગે તેમણે કહ્યું કે, નિસંદેહ... જો અમને બહુમતી મળે છે તો તેમાં કોઇ જ શંકા નથી. જો કે તેને કહેવાનો કોઇ સવાલ જ નથી. આપણે જાણીએ છીએ કે બહુમતી અમને નહી મળે. સામે એ પણ જાણીએ છીએ કે ભાજપને ૧૬૦થી વધારે સીટો નહી મળે. તેમને જયારે કહેવાયું કે તેઓ ઘણુ મોટુ નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે બિલ્કુલ અમે જાણીએ છીએ કે અમને બહુમતી નહી મળે. કોઇ સંભાવના નથી. સિબ્બલે ફરીથી કહ્યુંં કે શું તેઓ ઇચ્છે છે કે કોંગ્રેસને બહુમતી નહી મળે ? આ અંગે તેમણે કહ્યું કે, અમે પોતાના દમ પર ૨૭૨ સીટો નહી મળે.

બહુમતીની વાત કહેવી મારા માટે મુર્ખતા હશે. ભાજપને ૧૬૦થી ઓછી સીટો મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસની આગેવાની વાળી સંપ્રગને ચૂંટણીમાં બઢત પ્રાપ્ત થશે અને આ સરકાર બનાવી શકે છે. જો કે તેને મહાગઠબંધન સામે પ લડવાનું છે. મહાગઠબંધન ઉત્તરપ્રદેશમાં કેટલીક વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે.

પુછવામાં આવતા કે જો કોંગ્રેસની આગેવાનીવાળી સંપ્રગ બહુમતી પ્રાપ્ત કરે છે તો વડાપ્રધાન કોણ હોઇ શકે છે ? સિબ્બલે કહ્યું કે, આ ગઠબંધન દ્વારા નિશ્ચિત કરવામાં આવશે. આ તમામ ૨૩ મે (પરિણામોની જાહેરાત) બાદ થશે. પુછવામાં આવતે કે રાહુલ ગાંધી ઉપરાંત અન્ય કોઇ હોઇ શકે છે ? તેમણે કહ્યું કે મને નથી ખબર.

ગઠબંધન નક્કી કરશે.. આ વિષય અંગે ગઠબંધનના ભાગીદારો નિર્ણય કરશે. જયા સુધી કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે તો તેઓ કોંગ્રેસમાં નિર્વિવાદ નેતા છે. મહાગઠબંધનની ક્ષમતા સંદર્ભે સવાલ કરતા સિબ્બલે કહ્યું કે, તેને કોંગ્રેસે નથી બનાવ્યું. તેમણે કહ્યું કે, અમારુ ગઠબંધન એક છે. અમારી પાર્ટી સાથે ગઠબંધન અમારી તમામ ગઠબંધન ૨૦૧૪ પહેલાના છે અને યથાવત્ત છે, પછી તે રાકપા હોય કે દ્રમુક હોય. અમે બે વધારે પક્ષોને જોડ્યા છે.

જેમાં કર્ણાટક જેડીએસ તથા પશ્યિમ બંગાળમાં માકપા છે. આ ઉલ્લેખ કરતા કે સમાજવાદી પાર્ટીથી અલગ થઇને બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી દીધું જે અગાઉ કોંગ્રેસ સાથે હતી. તે અંગે સિબ્બલે કહ્યું કે, તે અમારી ભુલ નથી, અમારા ગઠબંધનનાં ભાગીદારો એક છે. અમે તેમાંથી કોઇને નથી છોડ્યા, પરંતુ અમે પોતાના ગઠબંધન ભાગીદારોને જોડ્યા છે. તેમણે કહ્યું પરંતુ (બસપા પ્રમુખ) માયાવતીએ સતત તેનો વિરોધ કર્યો. તેમણે આંતરિક સીટોને વહેંચી લીધી છે અને કહ્યું કે, અમે બે સીટ કોંગ્રેસ માટે છોડી દીધી છે. પછી એવા ગઠબંધન કઇ રીતે હોઇ શકે છે.

(10:26 am IST)