Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મધુબનીથી અપક્ષ લડી રહ્યા છે ચૂંટણી

કોંગ્રેસે શકીલ અહમદને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા

નવી દિલ્હી તા. ૬ : કોંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતા શકીલ અહમદને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ શકીલ અહમદને આ સજા મધુબનીથી અપક્ષ ચૂંટણી લડવાના કારણે આપી છે. પાર્ટીએ શકીલ અહમદ સામે એવા સમયે કાર્યવાહી કરી છે જયારે આગામી દિવસે ૬ મેના મધુબનીમાં પાંચમાં તબક્કાનું મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે મધુબનીની બેઠક મહાગઠબંધનના સહયોગી વીઆઈપીના ખાતામાં ગઈ હતી. જેના કારણે શકીલ અહમદને પાર્ટીની ટિકિટ નહોતી મળી, પરંતુ શકીલ અહમદે પાર્ટીના નિર્ણયની વિરૂદ્ઘ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહારમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, હમ, વીઆઈપી, સીપીઆઈ(એમએલ) વચ્ચે મહાગઠબંધન બન્યું છે. જેના કારણે આરજેડીના ખાતામાં ૧૯ બેઠકો છે. કોંગ્રેસ પાસે ૯ બેઠકો. આરએલએસપી પાસે ૫ બેઠકો આપવામાં આવી છે. જયારે હમને ૩ બેઠકો, વીઆઈપીને ૩, જયારે સીપીઆઈ એમએલને એક બેઠક આપવામાં આવી છે.

(10:25 am IST)