Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રમજાન દરમ્યાન મતદાનના સમયમાં ફેરફારની માંગને ચૂંટણી પંચે ફગાવી

રમઝાનને ધ્યાનમાં રાખી મતદાનના સમયમાં ફેરફારનો સુપ્રીમે ચૂંટણી પંચને આપ્યો હતો આદેશ

નવી દિલ્હી તા. ૬ : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને કહ્યું હતું કે, 'લુ' અને રમઝાનને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બાકીના તબક્કામાં મતદાન શરૂ થવાનો સમય સવારે ૭ વાગ્યા પહેલા સવારે ૫ વાગ્યે કરવાનો જરૂરી આદેશ ઇશ્યૂ કરો. આ માગને ચૂંટણી પંચે નકારી કાઢી છે. આ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેંચ સમક્ષ આ મામલે એક અરજી પર તત્કાલ સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી.

બેંચે કહ્યું હતું કે, ઇસીને જરૂરી આદેશ આપવાનું સૂચન કરવામાં આવે છે. ઉપરોકત સંદર્ભોમાં રિટ પિટિશન સમાધાન કરવામાં આવે છે. એડવોકેટ મોહમ્મદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાત દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. તેના દ્વારા ચૂંટણીના બાકી તબક્કામાં મતદાનનો સમય સાવરે ૭ વાગ્યાની જગ્યાએ બે-અઢી કલાક વહેલા, સવારે ૪.૩૦ અથવા ૫ કલાક કરવાની વિનંતી કરી હતી.

અરજીકર્તાઓએ ઈસીને લોકસભા ચૂંટણી અંતર્ગત પાંચમાં, છઠ્ઠા અને સાતમાં તબક્કામાં મતદાન માટે મતદાનનો સમય બેથી અઢી કલાક પહેલા કરવાનો આદેશ આપવાની વિનંતી કરી છે. બાકી ત્રણ તબક્કાના અંતર્ગત ક્રમશૅં ૬ મે, ૧૨ મે અને ૧૯ મેના રોજ મતદાન થવાનું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીના આ બાકી તબક્કા દરમિયાન કેટલાક ભાગમાં શ્નલૂલૃલાગવાની પરિસ્થિતિઓ ઉભી થશે અને રમઝાન મહીનો પણ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રમઝાન મહિનો ૬ મેથી શરૂ થવાની સંભાવના છે. જે દિવસે પાંચમાં તબક્કામાં મતદાન થવાનું છે. રમઝાન દરમિયાન મુસ્લિમો રોઝા રાખે છે. અરજીકર્તાઓએ કહ્યું કે, તેમણે આ મામલે સોમવારે ઇસીને એક અરજી આપી હતી. પરંતુ ઇસીએ તેનો જવાબ આપ્યો નથી. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે ગરમી રહેવાની ચેતવણી આપી છે. તે દરમિયાન ચૂંટણી રાજયો- મધ્ય પ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, ઝારખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધારે થઇ જાય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે મુસ્લિમોને ઘરથી બહાર નિકળવા અને વોટ આપવા માટે લાઇનોમાં ઉભા રહેવામાં મુશ્કેલી થશે. સાથે જ સવારની નમાઝ અદા અને સહરી કર્યા બાદ મોટાભાગે લોકો (રોઝા રાખનાર લોકો) આરામ કરે છે.

(10:25 am IST)