Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

૨૦૧૪ પછી દેશની બહાર સોનું નથી મોકલાયું

રિઝર્વ બેન્કે કર્યો ખુલાસો

નવી દિલ્હી તા.૬: સોશ્યલ મીડિયા અને કેટલાંક સમાચારપત્રોમાં ચાલી રહેલી ખબરોને ટાંકીને ભારતીય રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે વર્ષ ૨૦૧૪ કે ત્યારબાદ દેશની બહાર સોનું બિલકુલ મોકલવામાં નથી આવ્યું. કેન્દ્રીય બેન્ક દ્વારા ૨૦૧૪માં કેટલુંક સોનું વિદેશ મોકલવાની ચર્ચા બાદ રિઝર્વ બેન્કે આ નિવેદન આપ્યું છે.

 નિવેદન અનુસાર વિશ્વભરમાં કેન્દ્રીય બેન્ક એનું સોનું સુરક્ષિત રાખવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેન્કોમાં રાખે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે મીડિયામાં જે રિપોર્ટ આવ્યા છે તે તથાત્મક રીતે સંપૂર્ણ ખોટા છે.

કેન્દ્રની મોદી સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું ૨૦૦ ટન સોનું સ્વિટ્ઝરલેન્ડમાં ગીરવી મુકાયું હોવાની ચર્ચા શરૂ થઇ છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર પર એક રિપોર્ટ ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે મોદી સરકારે છૂપી રીતે રિઝર્વ બેન્કનું ૨૦૦ ટન સોનું ૨૦૧૪માં જ સ્વિટ્ઝરલેન્ડ મોકલી આપ્યંુ હતું.(૧.૩)

 

(9:49 am IST)