Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચીફ જસ્ટિઝ પર યૌનશોષણના આરોપ મામલે તપાસ કમિટી સાથે બે જજોની મુલાકાતને સુપ્રીમ કોર્ટે ફગાવી

મુલાકાત થઇ જ નહોતી.:જાણકારી આપવાંમાં આવી તે સંપૂર્ણ ખોટી

નવી દિલ્હી :ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ કરી રહેલ ઇન હાઉસ કમિટી સાથે બે જજોની મુલાકાતને સુપ્રીમ કોર્ટ પ્રશાસને ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ કરી રહેલ ઇન હાઉસ કમિટી સાથે બે જજોની મુલાકાતને સુપ્રીમ કોર્ટ પ્રશાસને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના મહાસચિવ અને જસ્ટિસ રોહિંગ્ટન નરીમનના હવાલાથી જાહેર કરવામાં આવેલ સૂચનામાં સ્પષ્ટ કહ્યું છે કે મુલાકાત થઇ જ નહોતી.

સુપ્રીમ કોર્ટ સૂત્રો અનુસાર જસ્ટિસ નરીમને મુલાકાતના સમાચાર પર કહ્યું કે તપાસ કમિટીને કોઇ સલાહ આપવા જતા સમિતિના સ્વતંત્ર અને સ્વાયત્ત નિર્ણય લેવાની પ્રક્રિયા પર અસર પડે છે. તેથી એ કહેવું યોગ્ય નથી કે અમે કોઇ ચિઠ્ઠી લખી છે

સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે, જેમાં આવી જાણકારીને અફસોસજનક બતાવવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ બોબડેને શુક્રવારે સાંજે જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચૂડની મુલાકાતને લઇને જે જાણકારી આપવામાં આવી છે, તે પૂર્ણ રીતે ખોટી છે.

(12:00 am IST)