Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રાજકીય હત્યાના મામલે તપાસનો આદેશ કરાયો

ઉમરના સુરક્ષા વાપસી પર પ્રશ્ન

શ્રીનગર, તા.૫ : દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભાજપના નેતા ગુલમોહંમદ મીરની હત્યા કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે હવે કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસમાં થયેલી રાજકીય હત્યાઓ બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે મુખ્ય સલાહકાર બીવીઆર સુબ્રમણ્યમને રાજકીય કાર્યકરોની હત્યાના મામલામાં તપાસ કરવા માટેના આદેશ જારી કરી દીધા છે. રાજ્યપાલે હત્યાની ઘટનાઓને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે અધિકારીયોએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ ઉપરાંત પીડીપી અને નેશનલ કોન્ફરન્સના રાજકીય કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. આ તમામ પર રાજ્યપાલે તપાસના આદેશ કરી દીધા છે. બીજી બાજુ ગુલમોહંમદની હત્યા બાદ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સરકાર દ્વારા ખીણમાં તમામ લોકોની સુરક્ષા વાપસીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે.

(12:00 am IST)