Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પ્રતાપગઢ : હવે રાજા ભૈયા સહિતના આઠ પર પ્રતિબંધ

કાલે ચૂંટણીના દિવસે માત્ર મતદાન પર છુટ રહેશે : પાંચમા તબક્કાના મતદાન પહેલા તંત્ર દ્વારા નિર્ણય કરાયો

નવી દિલ્હી,તા.૫ : ઉત્તરૂપ્રદેશમાં પ્રતાપગઢ જિલ્લાના કુન્ડા ક્ષેત્રના ધારાસભ્ય અને જનસત્તા દળના વડા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા સહિત આઠ પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજા ભૈયા સહિત આઠ પર પ્રતિબંધ મુકવાના સંબંધમાં કેટલાક કારણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. આવતીકાલે સોમવારના દિવસે મતદાન યોજાય તે પહેલા કરવામાં આવેલા નિર્ણયના કારણે રાજા ભૈયાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. તંત્ર તરફથી આદેશ જારી કરવામાં આવ્યા બાદ તેમના આવાસની આસપાસ સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પ્રતિબંધની અવધિના ગાળા દરમિયાન રાજા ભૈયાની તમામ ગતિવિધી પર નજર ાખવામાં આવનાર છે. સોમવારના દિવસે મતદાન કરવાની તેમને છુટ આપવામાં આવી છે. રાજા ભૈયા સહિત અન્ય આઠ લોકો પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પ્રતાપગઢમાં છઠ્ઠી મેના દિવસે મતદાન યોજાનાર છે. જિલ્લા વહીટી તંત્ર દ્વારા રાજા ભૈયાની સાથે સાથે બાબાગંજના ધારાસભ્ય વિનોદ સરોજ , સપાના નેતા ગુલશન યાદવ, અને અન્યો પર પ્રતિબંધ મુકી દીધો છે. સાવચેતીના પગલારૂપે આ નિર્ણય કરવામા ંઆવ્યો છે. કોશાંબી લોકસબા ક્ષેત્રમાં કુન્ડા અને બાબાગંજ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. કોશાંબી જિલ્લાની ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે આ તૈયાર કરવામાં આવી છે. રાજા ભૈયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઇને તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

(12:00 am IST)