Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હિમાચલ પ્રદેશમાં સિમેની ચૂંટણી રેલીમાં જતા કારખીણમાં ખાબકી ;પાંચ ભાજપ કાર્યકરોના કરૂણમોત

બગનોચી પાસે 300 મિત્ર ઊંડી ખીણમાં કાર ખાબકી : સીએમએ ભટકીધારમાં જનસભાને સ્થગિત કરી

હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં એક દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસ દ્વારા મળેલી જાણકારી મુજબ છ લોકો અલ્ટો કારમાં સવાર થઇને સિરાજનાં ભાટકીધારમાં થઇ રહેલ સીએમની ચૂંટણી રેલી માટે જઇ રહ્યાં હતાં. આ તમામ લોકો ભાજપનાં કાર્યકર્તા હતાં. બગચનોગી પાસે એક કિમી પાછળ કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ કાર સડકમાર્ગથી અંદાજે 300 મીટર ઉંડી ખાઇમાં જઇ પડી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા

  કારનાં ચાલક ખેમ ચંદ પુત્ર ખાન સિંહ નિવાસી છેડા ખડ્ડ જિલ્લા મંડીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલ છે કે જ્યાં તેઓની સારવાર શરૂ છે. જો કે કાર ચાલકની હાલત અત્યંત નાજુક જણાવવામાં આવી રહેલ છે. પોલીસે આ મામલાને પણ દાખલ કરી દીધેલ છે. આ દુર્ઘટના પાછળનાં કારણનો હજી સુધી ખુલાસો થયો નથી. પોલીસે સ્થાનીય લોકોની મદદથી મૃતદેહોને ખાઇમાંથી નીકાળ્યાં છે. આ મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યાં બાદ પરિવારજનોને હવાલે કરી દેવામાં આવેલ છે.

  રવિવારનાં રોજ આજનાં દિવસે એક વાગ્યે ભાટકીધારમાં મુખ્યમંત્રી લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર પ્રત્યાશી રામ સ્વરૂપ શર્માનાં પક્ષમાં જનસભાને સંબોધિત કરવાના હતાં. દૂર સુધીનાં ક્ષેત્રનાં લોકો પણ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની જનસભામાં ભાગ લેવા માટે જઇ રહ્યાં હતાં.

 આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભટકીધારમાં પ્રસ્તાવિત જનસભાને સ્થગિત કરી દીધી છે અને ઘટનાસ્થળ માટે જવા રવાના થઇ ગયાં. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક ભાજપનાં કાર્યકર્તા હતાં

(12:00 am IST)