Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ટીવટર-ફેસબુક ઉપર જોરશોરથી ખેલાતો ચૂંટણી જંગ

સોશ્યલ મીડિયા ઉપર પ્રચાર કરવા ટીમોની ફોજઃ બજેટ પણ વધાર્યાઃ સામેના પક્ષના વિરોધ માટે ફેક એકાઉન્ટનો ઉપયોગ

નવી દિલ્હી તા. ૬ : દેશમાં સામાન્ય ચુંટણી માટે મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ ફેસબુક, ટવીટર અને વોટસએપ પર રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી જંગમાં તેજી આવી રહી છે.

 

પરિસ્થિતી એવી છે કે રાજકીય પક્ષોએ પોતાની સોશ્યલ મીડીયા ટીમમા ૬ થી ૮ ગણો વધારો કર્યો છે. દેશના એક મોટા રાજકીય પક્ષના પ્રતિનિધિએ અનૌપચારિક રીતે પત્રકારોને જણાવ્યું કે બધા પક્ષો બે પ્રકારના સોશ્યલ મીડીયા હેન્ડલ દ્વારા ચૂંટણીમાં સક્રિય છે.

એક તો એવા એકાઉન્ટ કે જે પક્ષ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે, જેમાં પક્ષની ઓફિસ ઉપરાંત નેતાઓના સોશ્યલ મડીયા એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટસ દ્વારા પક્ષની આધીકારીક માહિતીઓ લોકોને આપવામાં આવે છે. જયારે બીજી તરફ અનધિકૃત એકાઉન્ટની લાંબી ફોજ હોય છે જેના દ્વારા પ્લેટફોમ એક પક્ષના વખાણ કરવામાં  આવે છે અને બીજા પક્ષની બુરાઇઓ ચાલુ રાખવામાં આવે છે.

ચૂંટણી જેમ જેમ આગળ વધે છે સોશ્યલ મીડીયા પર તકરાર પણ સતત વધી રહી છે. એન.ડી.એ.નો મુખ્ય ઘટક ભાજપા હોય, કોંગ્રેસ હોય કે પછી બીજો કોઇ રાજકીય પક્ષ, બધાઓ પોતાની અનૌપચારીક સોશ્યલ મીડીયા ફોજ બનાવેલી જ છે. આ ફોજો સતત એક જાહેર કર્યા વગરનું યુદ્ધ લડી રહી છે.(૬.૧૪)

સોશ્યલ મીડીયા માટે મોટી રકમની જોગવાઇ

બધા રાજકીય પક્ષોએ ચૂંટણી બજેટમાંથી સોશ્યલ મીડીયા માટે એક મોટી રકમની ખાસ જોગવાઇ કરી છે. પક્ષના સુત્રોનું માનીએ તો જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવશે, સોશ્યલ મીડીયા પર જંગમાં તેજી આવશે સોશ્યલ મીડીયા અને સાયબર કાનુનના નિષ્ણાતોનું માનીઅ ેતો પક્ષો તફરથી આ અનૌપચારિક સોશ્યલ મીડીયા યુદ્ધમાં બધા નિયમો -કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે.જો કે આવા ઉલ્લંધન માટે ન તો કોઇ કેસ કરવામાં આવે છેન કોઇ સજા થાય છે. કેમ કે આ દેશમાં તેના માટે કોઇ અલગ કાયદો નથી.

(11:38 am IST)