Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

વોટસઅપમાં હવે રેકોડીંગ બાદ મેસેજ સાંભળી પણ શકાશે

નવી દિલ્હી :  વોટ્સઅપ (Whatsapp) નવું ફીચર લઇને આવ્યું છે. અત્યારે ફીચર વોટ્સઅપ એંડ્રોઇડ એપના બીટા વર્જન પર ઉપલબ્ધ છે. નવા ફીચરની મદદથી તમે વોઇસ મેસેજની રેકોર્ડિંગને લોક કરી શકશો. તમને જણાવી દઇએ કે ફીચરને પહેલાં WhatsApp પહેલાં આઇફોન એપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેના માધ્યમથી યૂજર વોટ્સઅપ પર લાંબો વોઇસ મેસેજ કોઇપણ મુશ્કેલી વિના પરેશાની રેકોર્ડ કરી શકશો. તેમાં તમને વોઇસ રેકોર્ડિંગ માટે રેકોર્ડ બટન પર આંગળી રાખવી નહી પડે

વોટ્સઅપમાં કોઇ વોઇસ મેસેજને મોકલતાં પહેલાં સાંભળવાની સુવિધા આપવા પર ટીમ કામ કરી રહી છે. એંડ્રોઇડના વોટ્સઅપ બીટા એપમાં કહેવામાં આવ્યું છે કે લોક વોઇસ રેકોર્ડિંગ ફીચર નવેમ્બર 2017થી આઇફોનવાળા ફીચર સાથે હળતી-મળતી હતી. નવા ફીચરમાં જો તમે વોઇસ મેસેજ રેકોર્ડ કરવા માંગો છો તો તમારા માટે માઇક આઇકોન પર હોલ્ડ કરીને તેને લોક આઇકોનની માફક સ્વાઇપ કરવું પડશે. ત્યારબાદ તમે હોલ્ડ વિના લાંબો વોઇસ મેસેજ રેકોર્ડ કરી શકશો. ત્યારબાદ રેકોર્ડિંગ પુરી થતાં તમે સેંડ પર ક્લિક કરી દો. ટૂંક સમયમાં રેકોર્ડિંગ કરેલા અવાજને મોકલતાં પહેલાં સાંભળવાનું ફીચર શરૂ થવાની આશા છે

ઉપરાંત કોઇપણ સમયે કેન્સલ પર ટેપ કરીને રેકોર્ડિંગને ડિલેટ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સઅપના ફીચર પહેલાં તમારે રેકોર્ડિંગ માટે માઇક આઇકોન પર દબાવી રાખવાનું હોય છે. જો તમે પણ લોકો રેકોર્ડિંગ ફીચરને પોતાના ફોનમાં શરૂ કરવા માંગે છે તો WhatsApp એંડ્રોઇડ બીટા એપને 2.18.102 વર્જનને ડાઉનલોડ કરવી પડશે. બીટા વર્જન ગૂગલ પ્લે પર ઉપલબ્ધ છે

પહેલાં વોટ્સઅપને 'ચેંજ નંબર' ફીચરની મદદથી પોતાનો ડેટા કોઇપણ મુશ્કેલી વિના નવા નંબર પર ટ્રાંસફર કરવાની સુવિધા આપી હતી. જોકે  2.18.97 એંડ્રોઇડ બીટા વર્જનમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. વોટ્સઅપના નવા ફીચરો પર નજર રાખનાર એક વેબસાઇટ વેબીટાઇંફોએ ટ્વિટ કર્યું. 'તેમાં જૂના 'ચેંજ નંબર'માં ઘણા ફીચરમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તમાં તમને વિશેષ મોબાઇલ નંબરોને સૂચિત કરવાની સુવિધા મળશે, અને ચેટ હિસ્ટ્રી તેમના ફોનની નવી ચેટમાં ઉપલબ્ધ થઇ જશે. તેનાથી ડુપ્લીકેટ ચેટની સમસ્યા સમાપ્ત થઇ જશે.'

(9:21 pm IST)