Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

કેન્‍દ્રની રક્ષા મંત્રાલયની એમઓડી વેબસાઇટ હેક કરનાર સામે તપાસનો ધમધમાટ

 

નવી દિલ્‍હી : કેન્‍દ્ર સરકારના રક્ષા મંત્રાલયની વેબસાઇટ હેક થતા સનસનાટી મચી ગઇ છે.

ભારતીય રક્ષા મંત્રાલયની વેબસાઇટ https://mod.gov.in છે. શુક્રવારે એટલે કે આજે સાંજે લગભગ 4.30 વાગ્યે રક્ષા મંત્રાલયની વેબસાઇટ હેક થઈ હોવાની માહિતી સામે આવી. એએનઆઈના રિપોર્ટ મુજબ વેબસાઇટ પર ચીની ભાષાના અક્ષરો જોવા મળી રહ્યાં છે. આવામાં અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જો કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે અંગે કોણ જવાબદાર છે. વેબસાઇટ પર જોવા મળી રહેલા ચીની શબ્દનો અર્થ 'હોમ' કહેવાઈ રહ્યું છે.

દરમિયાન, રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ટ્વિટ કરીને કહ્યું છે કે MoD વેબસાઇટના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. થોડા સમય બાદ નિર્મલા સીતારમને ફરીથી ટ્વિટ કરીને કહ્યું કે MoD વેબસાઇટ હેક થયા બાદ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. વેબસાઇટ બહુ જલદી સામાન્ય થઈ જશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે તે માટે દરેક સંભવ પગલું લેવામાં આવશે.

(9:17 pm IST)