Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

આજે કોર્ટમાં સલમાનની જામીન અરજીને લઇ શું-શું થયું?

.   સલમાન ખાનની જામીન અરજી પર ચર્ચા પૂરી થઇ ચૂકી છે પરંતુ જજએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને હવે શનિવાર સવારે પોતાનું નિર્ણય સંભળાવશે

.   કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની જામીન અરજી પર શનિવારના રોજ આવશે

.   સલમાનની જામીન અરજી પર ચર્ચા લાંબી ચાલવાની આશા

.   સલમાન ખાનની જામીન પર આવતીકાલે નિર્ણય, આવતી કાલે સવારે ૧૦.૩૦ પર ઓર્ડર આવશે

.   સલમાનને સજા આપવામાં ૨૦ વર્ષ લાગ્યા અને આ પણ કોઇ સજા થી કમ નથી : સલમાનના વકીલ

.   કોર્ટમાં આ સલમાનની જામીન પહેલાં તેની સજાને ટાળવા માટે સુનવણી ચાલી રહી છે. સલમાનના વકીલે જજને ભલામણ કરી છે કે તેમના મુવક્કિલને સંદેહનો લાભ આપવામાં આવે

.   સંદેહનો લાભ સલમાન ખાનને મળવો જોઇએ : સલમાનના વકીલ

.   સલમાનની સજાની સ્થગન પર ચર્ચા ચાલુ

.   સલમામ ખાનની જામીન અરજી ૫૧ પાનાની છે

.   સલમાનના વકીલ કોર્ટમાં કરી રહ્યાં છે ચર્ચા, તેમણે પહેલાં પણ આશા વ્યકત કરી હતી કે સલમાનને જામીન મળી શકે છે

.   કોર્ટની બહાર ભેગા થયા બિશ્નોઇ સમાજના લોકો

.   સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી શરૂ થઇ

.   ગઇકાલે મને ધમકી ભર્યા એસએમએસ અને ઇન્ટરનેટ કોલ્સ આવ્યા અને ધમકી આપવામાં આવી કે સલમાનની જામીન અરજીની સુનવણી માટે કોર્ટમાં હાજર ના થઉ : સલમાનના વકીલ

.   સલમાનના વકીલનો દાવો છે કે તેમને કેટલાંક લોકો ધમકી આપી રહ્યાં છે

.   સલમાનના વકીલે કહ્યું કે આજે જામીન મળવાની સંપૂર્ણ આશા

.   સુનવણી કરવા માટે જજ પહોંચ્યા કોર્ટ

.   સલમાન ખાનની બંને બહેનો અલવિરા અને અર્પિતા પહોંચી કોર્ટ

.   સેશન કોર્ટમાં જજ રવિન્દ્ર કુમાર જોશી કરશે સુનવણી

.   સલમાનની વિરૂદ્ઘ કેસ નોંધાયેલ ફોરેસ્ટ ઓફિસર લલિત બોરાએ નાગપુરમાં મીડિયા સાથે કહ્યું કે તેમણે કયારેય વિચાર કર્યો નહીં કે તેઓ એક બોલિવુડ સ્ટારની વિરૂદ્ઘ કાર્યવાહી કરી રહ્યાં છે

.   સવારે અંદાજે ૮ વાગ્યે સલમાનના બોડીગાર્ડ શેરા અને તેના વકીલ આનંદ દેસાઇ જોધપુર

.   આનંદ દેસાઇની પાસે કેટલીક ફાઇલો છે. વકીલે સલમાન સાથે થોડીક વાતચીત કરી અને ફાઇલો પર તેની સાઇન લીધી

.   આજે સવારે ૭.૩૦ વાગ્યે સલમાને જેલ કેન્ટીનમાંથી પોતાના માટે બ્રેડ અને દૂધ ઓર્ડર કર્યું

.   સવારે ૬.૩૦ વાગ્યે સલમાન ખાન ઉઠ્યો હતો

.   સલમાનની જેલમાં પહેલી રાત બેચેનીમાં પસાર થઇ

(4:06 pm IST)