Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

શિમલામાં શરૂ થઇ બાઇક એમ્બ્યુલન્સ સર્વિસ

શિમલા, તા.૦૬: હિમાચલ પ્રદેશના  પાટનગર શિમલામાં હવે દરદીઓને ઝડપથી સારવાર પહોંચાડવા માટે બાઇક એમ્બ્લયુન્સ લોન્ચ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન જગરામ ઠાકુરે આ સર્વિસ લોન્ચ કરી હતી. ટ્રાફિક અને સાંકડા સસ્તાઓને કારણે ઘણી વાર ફોર-વ્હીલર એમ્બ્યુલન્સને ઝડપથી દરદી સુધી પહોંચાડવાનું અઘરંુ થઇ જાય છે. આ સર્વિસ હૈદરાબાદસ્થિત ઇમર્જન્સી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે હિમાચલ પ્રદેશ બાઇક એમ્બ્યુલન્સ સર્વિસ ધરાવતું પહેલું રાજય બન્યું છે. ૧૦૮ નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસ ઉપરાંત આ વિશેષ સેવા સાંકડી અને જ્યાંં પહોંચવાનું અઘરંુ હોય એવી જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્કયુ કરવામાં પણ મદદરૂપ બનશે.

(4:05 pm IST)