Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ફલાવરનું શાક – દાળ - રોટલી ભાવ્યા નહિ : સલમાન માટે ચીકન મગાવાયું ? સલમાનના વકીલને જાનથી મારી નાખવા ધમકી

જો આજે સેશન્સ કોર્ટ જામીન નહિ-આપે તો હાઇકોર્ટ- સુપ્રિમમાં વકીલો દોડશે : બધી તૈયારી સવારે વકીલ આનંદ દેસાઇ અને બોડીગાર્ડ શેરા મળવા ગયેલ : ગમે તે ઘડીએ સુનાવણી અને ફેંસલો

કૂલરની વ્યવસ્થા કરાવાઇ ? રાત્રે બેચૈનીમાં આંટા માર્યા : બ્લડપ્રેસર થોડીવાર માટે વધી ગયું : અખબારી હેવાલોને જેલ તંત્રે નકારી કાઢ્યા : સુવા માટે સલમાનખાનને દોરી બાંધેલ ખાટ અપાઇ : રાત્રે પહેરવા એક બરમુડો અને ટી-શર્ટ અપાયા : બ્લડ પ્રેસર વધી ગયાની ફરીયાદ કરેલ એટલે તુરત હોસ્પિટલમાં ચેકઅપ કરાવાયેલ : જો કે ચેકઅપ દરમિયાન બી.પી. નોર્મલ આવેલ : સલમાન સતત પોતે ટેન્શનમાં ન હોવાનો દેખાવ કરી રહ્યો હતો : સવારે ૭ાા વાગે જેલ કન્ટીનમાંથી બ્રેડ-દૂધ મળ્યા : ૬ાા વાગ્યામાં ઉઠી ગયેલ : કોર્ટમાં જે કપડા પહેરેલ હતા તે જ પહેરીને સૂઇ ગયેલ  : રાત્રે ૧રાા સુધી બેરેક બહાર આંટા માર્યા : રાત્રી ભોજન ન લીધું : જેલમાં જતાવેત ડીઆઇજી વિક્રમસિંહ સાથે ૧ાા કલાક વાતચીત કરી : અગાઉ આ જ જેલમાં હતો ત્યારે તેની સાથે રહેલા કેદીઓની પૃચ્છા કરેલ : જે કેદી રમેશને પ૦ હજાર દંડના ભરી આપવા વચન આપો તેવું પુછેલ : ૧૦ાા વાગ્યે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ રહી છે : દરમિયાન સલમાનના વકિલ આનંદ દેસાઇને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું જાહેર થતા સનસનાટી મચી ગઇ છે

(11:40 am IST)