Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

સલમાનની જામીન અરજીની સુનાવણી આજે, નહિ તો સોમવારેઃ જેલવાસ લંબાશે?

૫ વર્ષની સજા પડી હોય તત્કાળ જામીન ન મળ્યાઃ સેશન્સે પણ ના પાડીઃ હવે હાઇકોર્ટમાં

જોધપુર તા. ૬ : સલમાન ખાનને પાંચ વર્ષ અને દસ હજાર રૂપિયાનો જુર્માનો ભરવાની સજા બાદ પણ સલમાનની મુસીબતો ઘટવાની જગ્યાએ વધી રહી છે. તેની પાછળનું કારણ સલમાનની પાંચ વર્ષની સજા છે. જો સલમાનને ત્રણ વર્ષની સજા મળી હોત, તો સલમાન ત્યારે જ જામીન મળી શકત પરંતુ ૫ વર્ષની સજા હોવાના કારણે સલમાન ખાનને હવે આજે અથવા તો સોમવારે જામીન મળશે.

સલમાનને સજા મળતાની સાથે જ જામીન માટે તેમના વકિલો તૈયાર હતા, પરંતુ પાંચ વર્ષની સજા હોવાના કારણે સેસન્સ કોર્ટમાં અરજી કરવી પડી. જેના પર સેશન્સ કોર્ટે સુનવાઈ કરવાની ના પાડી દીધી. પરિણામે હવે સલમાનને જેલમાં રહેવાનો વારો આવશે. અને જામીન માટે સલમાને હાઈકોર્ટમાં અરજી કરવી પડશે, જેના માટે વધારે સમય લાગી શકે તેમ છે. જો કે આ પહેલીવાર નથી, સલમાન આ પહેલા પણ ૧૮ દિવસ જેલમાં પસાર કરી ચૂકયો છે.(૨૧.૫)

(10:05 am IST)