Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

પાકિસ્‍તાનની સરહદ ઉપરના જમ્મુ-કાશ્‍મીરના જિલ્લાઓમાં ફાયરીંગથી બચવા ૧૪૦૦૦ નાના-મોટા બંકરોનું નિર્માણ કરાશેઃ કેન્‍દ્ર સરકારની જાહેરાત

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા વારંવાર જમ્‍મુ-કાશ્મીરના સરહદી જિલ્લાઓમાં ફાયરીંગ કરવામાં આવે છે, જેનાથી લોકોને બચાવવા માટે કેન્‍દ્ર સરકારી ૧૪૦૦૦ નાના-મોટા બંકરોનું   નિર્માણ કરશે. આ બંકર સાંબા, પૂંછ, જમ્મૂ, કઠુઆ અને રાજૌરી જિલ્લામાં બનાવામાં આવશે.

આ બંકર એટલા માટે બનાવામાં આવી રહ્યાં છે વારંવાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફાયરિંગથી આમ જનતાને બચાવી શકાય. આ જિલ્લાઓમાં 1431 મોટા કમ્યુનિટી બંકર પણ બનાવશે જેમાં દરેક બંકરમાં 40 લોકોને સુરક્ષિત રહેવાની સગવડ ઉભી કરવામાં આવશે.

આ બંકરોનું નિર્માણ નેશનલ બિલ્ડીંગ કન્સટ્રકશન કોર્પોરેશન (એનબીસીસી) દ્વારા કરવામાં આવશે. બંકરોનું નિર્માણ કાર્ય એ વિસ્તારોમાં કરવામાં આવશે જે સરહદના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા હોય. પરિવાર માટે બનાવામાં આવનાર બંકરો નાના 160 વર્ગ ફીટના હશે.

આ બંકરોમાં 8થી 10 લોકો સુરક્ષિત રહી શકશે. ઉલ્લેખનીય છે કે 2017માં પાકિસ્તાન દ્વારા યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવતા સેનાના 15 જવાન અને બીએસએફના 4 જવાન શહીદ થયા હતા જ્યારે 12 આમ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે સીઝફાયરને લઇને 79 લોકોને ઇજા પહોંચી છે.

(6:01 pm IST)