Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ - કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી ધરપકડ: બપોરે ત્રણ આસપાસ ભુજ કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ - કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી ધરપકડ: કચ્છના એક જૂના જમીનના કેસમાં સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયો ગુનો: ગાંધીધામ મામલતદારે નોંધાવી ફરિયાદ: બપોરે ૩ આસપાસ ભુજ કોર્ટમાં લઈ જવાશે: ૨૦૦૪-૫ ના કેસમાં સીઆઈડીએ દાખલ કર્યો ગુનો:
 
સંભવતઃ ગાંધીધામના ચોપડવા ગામે ઓછી કિંમત આંકી અરજદારને જમીન પધરાવી દીધી હોવાનો આરોપ:  ગાંધીનગર ખાતે આવેલા નિવાસ્થાનેથી પ્રદીપ શર્માની અટક: પૂર્વ નિવાસી નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓને પણ છાંટા ઉડવાની સંભાવના: બપોરે પત્રકારો સમક્ષ વિગતો જાહેર થવા સંભાવના. (વિનોદ ગાલા, ભુજ)

 

(12:00 am IST)