Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અયોધ્યા કેસ : સસ્પેન્સ જારી

મધ્યસ્થીને લઇને પણ શ્રેણીબદ્ધ પ્રશ્નો સપાટીએ

નવીદિલ્હી, તા. ૬ : રાજકીયરીતે સૌથી સંવેદનશીલ રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થીની સંભાવના હજુ પણ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને નિરીક્ષણ હેઠળ મધ્યસ્થીને લઇને ચુકાદો અનામત રાખ્યો હતો. અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો મધ્યસ્થી ઉપર અનામત રાખતા આને લઇને  પણ સસ્પેન્સની સ્થિતિ અકબંધ રહી છે.

*   રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસને મધ્યસ્થી માટે રિફર કરી શકાય છે તે કેમ તે અંગે વહેલીતકે ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટે ઇચ્છા વ્યક્ત કરી

*   સુનાવણી દરમિયાન મધ્યસ્થીના મુદ્દે આખરે ચુકાદો અનામત રખાયો

*   જટિલ વિવાદના સ્થાયી ઉકેલ માટે સંભવિત મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપવામાં આવી

*   ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, જ્યારે ઉકેલના તત્વ દેખાય તો જ આ મામલાને મધ્યસ્થી માટે સોંપી શકાય છે

*   મધ્યસ્થીના મામલે તમામ પક્ષો વચ્ચે સહમતિ થઇ રહી નથી

*   જસ્ટિસ બોબડેના કેહવા મુજબ મામલા માત્ર જમીન સાથે નહીં ભાવના સાથે જોડાયેલો છે

*   હિન્દુ મહાસભામાં પોતાની રજૂઆત કરતા મધ્યસ્થાનો વિરોધ કરવામાં આવ્યો

*   મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ થાય છે તો મિડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ રહે તે જરૂરી છે

*   મુસ્લિમ અરજીદારો તરફથી સમાધાન માટે મધ્યસ્થીની તૈયારી દર્શાવવામાં આવી

*   જસ્ટિસ ચંદ્રચુડના કહેવા મુજબ વિવાદ બે સમુદાય છે જેથી આના માટે તમામ પક્ષો સહમત થાય તે સરળ નથી

*   સુપ્રીમ કોર્ટમાં અગાઉ કહેવામાં આવ્યું હતું કે, એક ટકા પણ વાતચીતની શક્યતા છે તો પ્રયાસો થવા જ જોઈએ

*   ૧૪ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે પેન્ડિંગ થયેલી છે. ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં અયોધ્યામાં ૨.૭૭ એકર જમીન ત્રણ ભાગોમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા એમ ત્રણ પક્ષોને વિભાજિત કરવા માટે કહેવામાં આવ્યું હતું

(7:52 pm IST)