Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

તાજમહલ જોવા માટે ટિકીટો ૪પ મિનિટ પહેલાં મળી શકશે

આગ્રા તા. ૬ :.. આગ્રામાં તાજ મહલને જોવા માટે ટૂરિસ્ટોને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રવેશ આપવામાં આવે છે, પણ ટિકીટબારીઓ પણ સૂર્યોદય વખતે ખૂલે છે એટલે ટૂરિસ્ટોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે ટિકિટવિન્ડો સૂર્યોદયની ૪પ મીનીટ પહેલાં જ ખૂલી જશે. એને કારણે ટિકીટવિન્ડો પર લાંબી લાઇનો નહીં લાગે. જો કે સૂર્યાસ્તની ૩૦ મીનીટ પહેલાં આ ટિકિટવિન્ડો બંધ થશે. તાજમહલ જોવા આવતા લોકોની સંખ્યામાં દર વર્ષે દસથી પંદર ટકાનો વધારો થઇ રહ્યો છે અને રોજ આશરે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ લોકો તાજમહલ જોવા આવે છે. એક વાર ટિકીટ લીધા બાદ ટૂરિસ્ટો ત્રણ કલાક સુધી તાજમહલ કોમ્પ્લેકસમાં રહી શકે છે. દર શુક્રવારે તાજમહલને ટૂરિસ્ટો માટે બંધ રાખવામાં આવે છે. (પ-પ)

(11:38 am IST)