Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પામતેલ સિવાયના ખાદ્ય તેલની આયાત-ડયુટીમાં વધારો કરવાની માગણી

સી અને સોપાએ કેન્દ્ર સરકારને રજૂઆત કરીઃ રાયડાના ખેડૂતો નારાજ

નવી દિલ્હી તા. ૬ :.. કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે પામતેલની આયાત-ડયુટીમાં ૧૪ ટકાનો વધારો કર્યો છે, પરંતુ બાકીના ખાદ્ય તેલની આયાત-ડયુટીમાં વધારો ન કરતાં સ્થાનીક ખેડૂતો અને રીફાઇનરીઓ નાખુશ હોવાથી દેશની બે મોટી તેલીબીયાં સંસ્થા સોલ્વન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયા (SEA-સી) અને સોયાબીન પ્રોસેસર્સ અસોસીએશન ઓફ ઇન્ડીયા (SOPA-સોપા) દ્વારા પામતેલ સિવાયના ખાદ્ય તેલની આયાત-ડયુટી પણ વધારવા માટે માગણી કરવામાં આવી છે.

સીના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે 'પામતેલની જેમ જ સોયા, સનફલાવર અને રાયડા તેલની ડયુટીમાં વધારો કરવામાં નહીં આવે તો ખેડૂતોને એવું લાગશે કે અમને છેતર્યા છે. ખાસ કરીને નવા રાયડાની આવકો શરૂ થવા લાગી છે એવા સમયે બાકીના તેલની ડયુટી વધારવી જરૂર છે. જો આ ડયુટી વધશે તો ખેડૂતોને તેલીબીયાનાં વાવેતર માટે પ્રોત્સાહન મળી શકે.'

બીજી તરફ સોપાના ચેરમેન ડો. ડેવીશ જૈને કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીને પત્ર લખીને તમામ ખાદ્ય તેલની ડયુટીનું માળખું એકસમાન રાખવા માટેમાગણી કરી છે. પામતેલની ડયુટી જે રીતે વધારી છે એ રીતે બાકીના ખાદ્ય તેલની આયાત-ડયુટી પણ વધારવાની માગણી સોપાએ કરી છે.

ડો. ડેવીશ જૈને કહયું કે 'જો બાકીના ખાદ્ય તેલની ડયુટી વધશે નહીં તો પામતેલના બદલે દેશમાં સોયાબીન, સનફલાવર અને રાયડા તેલની આયાત વધશે. દેશમાં રાયડો અને મગફળીના ભાવ હજી પણ ટેકાના ભાવથી નીચે ચાલી રહ્યા છે. રાયડામાં તો કાપણીની સીઝન જ હજી ચાલુ થઇ છે. આવી સ્થિતિમાં અમારી માગણી છે કે સરકાર દ્વારા તમામ પ્રકારના ક્રુડ તેલ પર ૪૪ ટકા અને રીફાઇન્ડ પર પ૪ ટકાની એકસરખી જ ડયુટી રાખવામાં આવે જેથી તેલીબીયાનાં ઉત્પાદનમાં પણ વધારો થશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી શકશે. વળી સનફલાવર અને રાયડા તેલની ડયુટી તો સોયાબીન કરતાં પણ નીચી છે.'

વિવિધ ખાદ્ય તેલની આયાત-ડયુટી

ખાદ્યતેલ

ડયુટી

સરચાર્જ

અસરકારક ડયુટી

ક્રુડ પામતેલ

૪૪%

૧૦ %

૪૮.૪%

રિફા. પામોલીન

પ૪%

૧૦%

પ૯.૪%

સોયાડીગમ

૩૦%

૧૦%

૩૩.૦%

કાચું સનફલાવર તેલ

રપ%

૧૦%

ર૭.પ%

ક્રુડ રાયડા તેલ

રપ%

૧૦%

ર૭.પ%

રિફા. સોયાતેલ

૩પ%

૧૦%

૩૮.પ%

રિફા. સનફલાવર

૩પ%

૧૦%

૩૮.પ%

કપાસિયા વોશ

૩૦%

૧૦%

૩૩.૦%

રિફા. કપાસિયા તેલ

૩પ%

૧૦%

૩૮.પ%

(11:32 am IST)