Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ભારતીય રિઝર્વ બેંક ખરીદી રહી છે સોનુ : ભંડારમાં 8.46 ટન વધારો

 

નવી દિલ્હી :ભારતીય રિઝ્વ બેંકે નાણાકીય વર્ષ 2017-18માં 8.46 ટન સોનું ખરીદ્યું છે. અંદાજીત નવ વર્ષ બાદ કેન્દ્રીય બેંકે પહેલીવાર સોનું ખરીદ્યું છે. આરબીઆઈના 2017-18ના વાર્ષિક રિપોર્ટ મુજબ, તેમની પાસે 30 જૂન 2018ના રોજ 566.23 ટન સોનું હતું, જ્યારે 30 જૂન 2017ના રોજ સ્વર્ણ ભંડાર 557.77 ટન હતો. એક વર્ષ દરમિયાન સોનાના ભંડારમાં 8.46 ટન વધારો થયો છે.

  રિઝર્વ બેંકે અગાઉ નવેમ્બર 2009માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી 200 ટન સોનું ખરીદ્યું હતું. રિઝર્વ બેંકે પોતાના સ્વર્ણ ભંડારમાંથી 292.3 ટનને નોટ જાહેર કરનાર વિભાગની સંપત્તિ ગણાવી હતી. જ્યારે 273.93 ટન સોનું બૈંકિંગ વિભાગની સંપત્તિ ગણાવી છે.

(9:58 pm IST)