Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મહાસચિવ બન્યા બાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા પ્રિયંકા ગાંધી :કાર્યકતાઓએ તેણીનું કર્યું સ્વાગત

પતિ રોબર્ટ વાડ્રા સાથે ઇડી ઓફિસે પણ ગયા :પદભાર સંભળાતાં સાથે મુલાકાતનો સિલસિલો

નવી દિલ્હી :કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પક્ષના કાર્યાલયમાં પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો હતો  પહેલા તે પતિ રૉબર્ટ વાડ્રા સાથે ઈડીની ઓફિસ પહોંચ્યા અને પછી અહીંથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કાર્યકર્તાઓએ તેમનુ સ્વાગત કર્યુ.

  આ દરમિયાન મીડિયાએ તેમને રૉબર્ટ વાડ્રા વિશે સવાલ કર્યા હતા તેનો એક લાઈનમાં જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ, 'તમે બધા જાણો છો. જનતા બધુ જાણે છે, શું થઈ રહ્યુ છે.' વળી, તેમણે કહ્યુ કે તે ઉત્તર પ્રદેશની જનતાના આભારી છે. આ સાથે તેમણે ઔપચારિક રીતે પદભાર ગ્રહણ કરતા મુલાકાતોનો સિલસિલો પણ શરૂ કરી દીધો.

   અત્રે ઉલ્લેખનીય છે કે રૉબર્ટ વાડ્રા મની લોંડ્રિગ મામલે પૂછપરછ માટે ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ચાર અધિકારી તેમને સવાલ જવાબ કર્યા. પ્રિયંકા અને વાડ્રા સાથે તેમના વકીલોની એક ટીમ પણ ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. જો કે તેમને પૂછપરછ દરમિયાન સાથે બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

(9:25 pm IST)