Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ઈન્દીરા ગાંધી જેવું મોદીમાં કશુ નથી : સરખામણી અપમાનજનક : રાહુલ ગાંધી

ભારતની તમામ સંસ્થાઓ કેન્દ્રની નિરંકુશતાનો સામનો કરી રહી છે : અંગ્રેજોની જેમ ભાજપ સરકાર પણ પોતાની જાતને ભગવાન માને છે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને પોતાના દાદી ઈદિરા ગાંધીની સરખામણીને ફગાવી દીધી હતી. હાલના પીએમ મોદી સાથે ઇંદિરા ગાંધીની સરખામણી કરવાનું પૂર્વ પીએમ ઈદિરાજી માટે અપમાનજનક છે તેમ રાહુલે કહ્યું હતું. મારા દાદીમાનાં તમામ નિર્ણયો પ્રેમ એ લાગણીથી સભર હતા તેમનાં કાર્યો લોકોમાં એકતા અને સંગઠનની ભાવના જગાવતા હતા.

જયારે નરેન્દ્ર મોદીનાં નિર્ણયો ગુસ્સો અને નફરતથી ભરેલા હોય છે. તેમનાં નિર્ણયો દેશનાં ભાગલા પડાવનારા છે. મારા દાદી સૌને સાથે રાખીને ચાલતા અને ભારતનાં ગરીબોનું તેમણે ધ્યાન રાખ્યું હતું. મોદીને સમાજનાં  નબળા અને ગરીબ વર્ગનાં લોકો માટે જરાપણ લાગણી નથી તેમ રાહુલે કહ્યું હતું. પત્રકારોને આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલે તેમના આક્રમક તેવર રજૂ કર્યા હતા.

ઈન્દીરા સામે પક્ષ કે વિપક્ષોનો અસંતોષ ન હતો

જો કે રાજકીય પંડિતો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના તારણો સાથે સંમત નથી. મોદી પણ ઇંદિરા ગાંધીની જેમ સરકાર હસ્તકની કલ્યાણ યોજનાઓ દ્વારા ગરીબો સુધી પહોંચે છે. ઇંદિરા કડક હાથે કામ લેતા. હતા અને વહીવટ કરતા હતા, આથી પક્ષની અંદર કે બહારથી. વિપક્ષોમાં કોઈ અસંતોષ ન હતો. આજે દેશમાં તમામ સરકારી અને બંધારણીય સંસ્થાઓ કેન્દ્રની નિરંકુશ જોહુકમીનો સામનો કરી રહી છે. અંગ્રેજો માનતા હતા તેમ પણ ભાજપ સરકાર એવું માની રહી છે કે તેઓ ભારતનાં ભગવાન છે. કોંગ્રેસ આ અભિગમમાં માનતી નથી. અમારો અભિગમ સરળ અને જુદો છે અમે સરકારો પણ ચલાવી છે અને વિપક્ષમાં પણ બેઠા છીએ.

(3:51 pm IST)