Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

૧ બુથ ૩ વ્હોટ્સએપ ગ્રુપ : ૭૦ કરોડ લોકોને જોડવા ભાજપે ઘડી કાઢયો 'માસ્ટર પ્લાન'

દેશમાં છે ૯,૨૭,૫૩૩ બુથ : દરેક ગ્રુપમાં ૨૫૬ સભ્યો હશે

નવી દિલ્હી તા. ૬ : લોકસભા ચૂંટણી પહેલા પોતાનાં વિકાસ રથને ઝડપ આપવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માસ્ટર પ્લાન તૈયાર કરી ચૂકેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનાં નેતૃત્વમાં બીજેપીએ અંદાજે ૭૦ કરોડ લોકોને ખુદ સાથે જોડવાની યોજના બનાવી છે. જે અંતર્ગત દરેક બૂથ માટે ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે.

એક ન્યૂઝ ચેનલનાં રિપોર્ટ અનુસાર, પાર્ટીએ દેશભરમાં ફેલાયેલ ૯,૨૭,૫૩૩ પોલિંગ બૂથોમાં પ્રત્યેક પર ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવવાનો વિચાર કર્યો છે. દરેક ગ્રુપ પર વધુમાં વધુ ૨૫૬ સભ્યો હશે. એટલે કે પૂરા ભારતમાં પાર્ટીનાં તમામ બૂથો પર ચાલનાર ગ્રુપ પર કુલ ૭૦ કરોડ લોકો સક્રિય રહી શકે છે. વોટ્સએપ ગ્રુપ પર પાર્ટીનાં અભિયાન સાથે જોડાયેલ સામગ્રી પોસ્ટ શેર થશે, જેમાં વીડિયો, ઓડિયો, ટેકસ્ટ, ગ્રાફિકસ, કાર્ટુન્સ અને મીમ હશે.

પીએમ મોદી આ યોજનાનાં સિલસિલામાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓને મળ્યાં હતાં. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં થયેલ તે મુલાકાત દરમ્યાન નેતાઓએ તેઓને તે પ્લાનને વિશે વિસ્તારથી જણાવ્યું હતું.બીજી બાજુ બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ પૂર્વમાં 'બુથ એકશન પ્લાન' તૈયાર કરી ચૂકેલ છે. તે અંતર્ગત તમામ રાજયમાં બીજેપી એકમોથી દરેક પોલિંગ બુથ ક્ષેત્રમાં સ્માર્ટફોન રાખનાર લોકોની યાદી મેળવવાનું કહેવામાં આવ્યું હતું.

આશ્ચર્યજનક વાત તો એ છે કે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમ્યાન દેશમાં લગભગ ૨૧ ટકા લોકોની પાસે સ્માર્ટફોન હતાં, જયારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી આવતા આવતા આ આંકડો ૩૯ ટકાની આસપાસ પહોંચી ગયો.ત્યારે સોશિયલ મીડિયા એપ્સમાં વોટ્સએપ વર્તમાન સમયમાં સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે.

આંકડા અનુસાર, ૯૦ ટકાથી અધિક સ્માર્ટફોન યૂઝર્સ આનાં પર સક્રિય પણ છે. એવામાં બીજેપી વર્ચ્યુઅલ વર્લ્ડને આધારે મતદાતાઓને સાધવાનાં ભરચક પ્રયાસ કરશે.(૨૧.૩૦)

(3:40 pm IST)