Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આ સદીના અંત સુધીમાં હિમાલયના ત્રીજા ભાગના ગ્લેસીયરો ઓગળી જશેઃ ગંગાના પ્રવાહને સીધી અસર પહોંચશે

આઠ દેશોની નદીઓ ઉપર અસર આવશેઃ વૈશ્વિક તાપમાન પ ડિગ્રી વધશે તો ૬૬ ટકા ગ્લેશીયરો ઓગળવા ખતરો

નવી દિલ્હી તા.૬: હિન્દુ કુશ હિમાલય વિસ્તારની થયેલી આકારણી દર્શાવે છે કે, વૈશ્વિક તાપમાનમાં ૧.પ ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો આ વિસ્તારની ઇકોલોજીમાં નોંધપાત્ર ફેરફારો ઉભા કરશે.

કઠમંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલોપમેન્ટ (આઇસીઆઇએમઓડી) દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સોમવારે કહેવાયું છે કે આટલા ડીગ્રીના ફેરફારોથી હિમાલયના ત્રીજા ભાગના ૩૩ ટકા ગ્લેશીયરો ઓગળી જશે અથવા ગંભીર રીતે પાછળ હટશે.

હિંદકુશ હિમાચલ વિસ્તાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુટાન, ચીન, ભારત, મ્યાંમાર, નેપાળ અને પાકિસ્તાનને આવરી લે છે અને તેમાં માઉન્ટ એવરેસ્ટ, કેટ વગેરે દુનિયાના ઉંચા શિખરો આવેલા છે. અહીંના ગ્લેશીયરો ગંગા, ઇન્દુસ, મેકોંગ અને ઇરાવદી જેવી નદીઓમાં પાણી ઠાલવે છે.

આકારણી અનુસાર ૧૯૭૦થી હિમાલયના બરફમાં ઘટાડો થઇ રહયો છે. પણ ૧૯૯૫ પછીથી તેની ઝડપ વધી છે. ૨૦૦૦ની સાલ પછી હિન્દુ કુશ હિમાલયમાં સૌથી વધુ ઘટાડો પૂર્વ અને પશ્ચિમ હિમાલયમાં જોવાયો છે. મધ્ય હિમાલયમાં ત સામાન્ય છે. જયારે કારાકોરમના ગ્લેશીયરો જેમના તેમ રહયા છે અથવા થોડોક વધારો થયો છે.

અભ્યાસમાં ચેતવણી અપાઇ છે કે જો વૈશ્વિક વાતાવરણ સુધારણાના પ્રયત્નો નિષ્ફળ જશેઅને હાલનું પ્રદુષણ આ ગતિએ જ વધતું રહેશે તો વૈશ્વિક તાપમાનમાં પ ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થઇ શકે જેના કારણે ૨૧૦૦ની સાલ સુધીમાં આ વિસ્તારના ર /૩ ગ્લેશીયરો ગુમાવવાનો વધારો પણ સંભવતઃ આવશે.

આ અભ્યાસ પાંચ વર્ષના સમયગાળામાં થયો હતો, જેમાં રર દેશોના ૩૫૦ રીસર્ચરો અને પોલીસી એક્ષપર્ટ સામેલ હતા. તેના લેખકોએ ચેતવણી આપી છે કે વાતાવરણમાં થઇ રહેલા ફેરફારોના કારણે ગ્લેશીયરોના સરોવરોની સંખ્યા અને સાઇઝમાં પણ ફેરફારો થશે. પૂર્વ હિમાચલ આનો મોટો ભોગ બનશે.

૨૦૦૦ માઇલ લાંબી હિંદુકુશ અને હિમાલયન પર્વતમાળા ત્રીજા ધ્રુવ તરીકે  પ્રખ્યાત છે. કારણ કે ત્યાં એટલો બધો બરફ છે. ૧૯૭૦ની સાલથી ત્યાં બર ધીમેધીમે ઓછો થઇ રહયો છે એવું રિપોર્ટમાં કહેવાયું છે. આ વિસ્તારમાં ૨૪૦ મીલીયન લોકો રહે છે. જેમાંથી મોટાભાગના લોકો ગરીબી રેખાની નીચે જીવી રહયા છે. થોડા ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો ભલે આપણને ન જોવામાં આવે પણ આ લોકોની જીવનશૈલી પર ખતરનાક અસરો ઉભી કરી શકે છે.

(3:34 pm IST)