Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

બે વર્ષમાં ૨૪ કલાકમાં જ આઇટી રિફંડ મળતું થઇ જશે

નવી દિલ્હી તા. ૬ : મહેસૂલ ખાતું બે વર્ષમાં એવી યંત્રણા અમલમાં મૂકશે જેને કારણે કરદાતાઓનાં રિટર્નનું પ્રોસેસિંગ ૨૪ કલાકમાં થઈ જશે અને સાથે સાથે રિફંડ પણ મળી જશે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

રિટર્ન્સ, રિફંડ, ફેસલેસ સ્ક્રૂટીની અને ચકાસણીની પ્રક્રિયા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકિસસ (સીબીડીટી)ના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માળખાના અપગ્રેડેશન માટે ગયા મહિને સરકારે રૂ. ૪૨૦૦ કરોડના ભંડોળને મંજૂરી આપી દીધી હતી.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે હાલ રિફંડનું ઓનલાઈન ઓટોમેટિક પ્રોસેસિંગ કરવામાં આવે છે.  ચાલુ વરસે રૂ. ૧.૫૦ લાખ કરોડના રિફંડ સીધા જ બેંક ખાતામાં આપવામાં આવ્યા હતા.  હવે સિસ્ટમને ફરી અપગ્રેડ કરવામાં આવી હોવાને કારણે ૨૪ કલાકમાં રિફંડ મેળવી શકાશે.

૨૪ કલામાં રિફંડનો અમલ કયારથી કરવામાં આવશે એ પ્રકારના પૂછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે અમે બની શકે તેટલું વહેલું તે આપવાનો પ્રયાસ કરીશું.

વર્ષ ૨૦૧૯-૨૦નું વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે હવે આવકવેરા ખાતુ ઓનલાઈન કામગીરી બજાવે છે અને રિટર્ન્સ, એસેસમેન્ટ, રિફંડ અને કરદાતાઓની શંકાનું સમાધાન પણ ઓનલાઈન જ કરવામાં આવે છે.(૨૧.૪)

 

(10:31 am IST)