Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કાશ્મીર સહિત દિલ્હી-એનસીઆરમાં 5,6ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઇસ્લામાબાદ, લાહોર અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા :બપોરે હિમાચલ પ્રદેશમાં પણ ઝાટકો લાગ્યો હતો

નવી દિલ્હી :કાશ્મીર સહિત દિલ્હી-એનસીઆરમાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા આવ્યા છે એક સ્વતંત્ર એજન્સી ઇએમએસસીના મતે ભૂકંપની તીવ્રતા 5.6 રહી હતી. એજન્સીના મતે કાશ્મીર અને તેની આસપાસ ભૂકંપના ઝટકા લાગ્યા હતા. દિલ્હી અને એનસીઆરમાં પણ લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની 40 કિલોમીટર નીચે ઉત્તર-પશ્ચિમ કાશ્મીર છે. ભૂકંપથી હાલ કોઈ જાન-માલના નુકસાનની ખબર આવી નથી. આ સિવાય પાકિસ્તાનના ઇસ્લામાબાદ, લાહોર અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

મંગળવારે હિમાચલ પ્રદેશમાં બપોરે 3.51 કલાકે ભૂકંપના ઝટકા લાગ્યા હતા. જેની તીવ્રતા 3.2 હતી. ત્રણ દિવસ પહેલા શનિવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા લાગ્યા હતા

(8:52 am IST)