Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

યુ.એસ.માં પેન્સિલ્વેનિઆના ૩૭મા ડીસ્ટ્રીકટમાં ૨ એપ્રિલના રોજ સેનેટ ચૂંટણીઃ ૨૦૨૦ની સાલ સુધી ખાલી પડેલી જગ્યા ઉપર ચૂંટણી લડવા રિપબ્લીકન પાર્ટીએ ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાની પસંદગી કરી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં પેન્સિલ્વેનિઆના ૩૭મા ડીસ્ટ્રીકટમાંથી સેનેટર તરીકે ચૂંટણી લડવા રિપબ્લીકન પાર્ટીએ ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાની પસંદગી કરી છે.

વોશીંગ્ટન કાઉન્ટીમાં ખાલી પડેલી આ સીટ ઉપર ચૂંટાઇ આવનાર વ્યકિત ૨૦૨૫૦ની સાલ સુધી સેનેટર તરીકે પ્રતિનિધિત્વ કરશે. ડેમોક્રેટ પાર્ટીએ આ સીટ માટે પૂર્વ તેવી ઓફિસર પામ લોવિનો ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ર એપ્રિલના રોજ સ્પેશ્યલ ઇલેકશન યોજાશે.

(8:32 pm IST)