Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ચોરોનું તંત્ર દેશમાં સત્તા કબજે કરવા ઇચ્છુક બન્યુ છે : અરુણ જેટલી

બંગાળના ઘટનાક્રમ સ્પષ્ટ સાબિતી આપે છે : ચીટ ફંડ કાંડમાં સુપ્રીમે સીબીઆઈને તપાસ સોંપી છે

નવીદિલ્હી, તા. ૫ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. ભાજપ તરફથી આજે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની, અરુણ જેટલી, નિર્મલા સીતારામન, મુખ્તાર અબ્બાસ નકવી ખુલ્લા મેદાનમાં આવ્યા હતા. બીજી બાજુ મમતા બેનર્જી પણ લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી અને સીબીઆઈ વિવાદમાં અરુણ જેટલીએ આજે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે, દ ક્લેપ્ટોક્રેસક્લબ (ચોરોનું તંત્ર) દેશની સત્તા ઉપર આવવા માટે ઇચ્છુક છે. આ ચોરોનું તંત્ર સત્તા પર આવવા તમામ ધમપછાડા કરે છે. જેટલીએ કહ્યું હતું કે, સીબીઆઈના કોલકાતા પોલીસ વડાની તપાસને લઇને મમતા બેનર્જી દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા ખુબ જ આશ્ચર્યચકિત કરી દેનારી અને દુખદ છે. તેમણે કહ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ચોરોનું તંત્ર હવે સત્તા ઉપર કબજો જમાવવા માટે ઇચ્છુક છે. ફેસબુક ઉપર નવા ટાઇટલ સાથે એક પોસ્ટમાં જેટલીએ કહ્યું હતું કે, ચીટ ફંડ કૌભાંડ ૨૦૧૨-૧૩માં સપાટી ઉપર આવ્યું હતું. આની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી હતી.

 

(12:00 am IST)