Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કલાસ બંક કરતા પ્રિન્સીપાલે ટોકયો, સ્ટુડન્ટે ચાકૂ મારી દીધું!

૧૧મી કલાસના સ્ટુડન્ટ્સે કરી કરતૂત

વેલ્લોર તા. ૬ : તમિલનાડુના તિરુપત્તૂરની એક સ્કૂલમાં ૧૧મા ધોરણના એક વિદ્યાર્થીને કલાસ બંક કરવાનું કારણ પૂછતા તેણે સ્કૂલ પ્રિન્સિપાલ પર એક ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો. હેડમાસ્ટર આર બાબૂના પેટ અને માથામાં ઈજા થઈ છે.

આ ઘટના બપોરના સમયે બની જયારે સ્કૂલના આચાર્યને જાણ થઈ કે, ૧૧મા ધોરણના ૫ સ્ટુડન્ટ્સ કલાસ બંક કરીને ટાઈમપાસ કરી રહ્યાં હતા. હેડમાસ્ટરને જોઈને ચાર સ્ટુડન્ટ્સ ભાગી ગયા પણ એક કલાસરૂમમાં છૂપાઈ ગયો. પ્રિન્સિપાલે તેને પકડીને કલાસ બંક કરવાનું કારણ પૂછ્યું તો વિઘાર્થીએ એક ધારદાર હથિયારથી તેમના પર હુમલો કરી દીધો. પેટ અને માથા પર વાર કરીને તે ત્યાંથી ભાગી ગયો.

પોલીસે જણાવ્યું કે, પેટ પર હુમલો થવાને કારણે પ્રિન્સિપાલના આંતરડા બહાર આવી ગયા. તેમની બૂમ સાંભળીને અન્ય ટીચર્સ પણ ત્યાં આવી ગયા જયાર બાદ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફર્સ્ટ એઈડ આપ્યા બાદ ડોકટર્સે તેમને નારાયણી હોસ્પિટલ માટે રિફર કરી દીધા. પોલીસ આરોપી વિદ્યાર્થીની શોધ કરી રહી છે.(૨૧.૮)

(10:42 am IST)