Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શુક્રવારે દેશમાં વેક્સિનનો બીજો ડ્રાઈ રન: ક્યૂટિસ બાયોટેક કંપનીની ''કોવિશિલ્ડ '' નામના ઉપયોગ સામે કોર્ટમાં અરજી

કંપનીનું કહેવું છે કે, એપ્રિલ 2020માં તેને કોવિશીલ્ડ ટ્રેડમાર્કના ઉપયોગને લઈને આવેદન કરેલો છે

નવી દિલ્હી : કોરોના વેક્સિનનો બીજો ડ્રાઈ રન આખા દેશમાં આઠ જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આનાથી પહેલા બે જાન્યુઆરીએ દેશભમાં પ્રથમ ડ્રાઈ રન થયો હતો. પરંતુ આનાથી પહેલા વેક્સિનનો ડ્રાઈ રન 28 અને 29 ડિસેમ્બરે દેશના ચાર રાજ્યોના કેટલાક વિસ્તારોમાં થયો છે.

આઠ જાન્યુઆરી થનાર ડ્રાઈ રન દેશના બધા રાજ્યોના બધા જિલ્લાઓમાં થવાનો છે.આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને બધા જ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓની ગુરૂવારે બાર વાગે બેઠક થવાની છે.

ડ્રાઈ રનનો અર્થ છે કે, વેક્સિન લગાવવાને લઈને જે બધી પ્રક્રિયા છે, તેને વેક્સિન લગાવ્યા વગર પૂરી કરવાની છે.વેક્સિનના ડ્રાઈ રનનો હેતુ તે છે કે, વેક્સિન લગાવવા માટે તૈયાર કરવામાં આવેલી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.

ભારતમાં અત્યાર સુધી બે વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. જેમાં એક સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિન પણ સામેલ છે. આ વેક્સિન ઓક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવી છે અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આને કોવિશીલ્ડ નામ આપ્યું છે.

નાંદેડની એક કંપની ક્યૂટિસ બાયોટેકે આ નામના ઉપયોગ વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે વર્ષ 2020થી એન્ટિસેપ્ટિકક અને સેનિટાઈઝર જેવા પોતાના ઉત્પાદકો માટે કોવિશીલ્ડ નામનો ઉપયોગ કરી રહી છે.

કંપનીનું કહેવું છે કે, એપ્રિલ 2020માં તેને કોવિશીલ્ડ ટ્રેડમાર્કના ઉપયોગને લઈને આવેદન કરેલો છે.

ભારત આ વર્ષ જૂન સુધી ત્રીસ કરોડ લોકને રસી લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

(12:10 am IST)