Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કોરોના મામલે રાહતના સમાચાર : ભારત ટોપ-10 સંક્રમિત દેશના લિસ્ટમાંથી બહાર

મેં મહિનામાં ટોપ-10માં સામેલ થયા બાદ સપ્ટેમ્બરમાં બીજા નંબરે હતું : એક્ટિવ કેસ ઘટતા મોટી રાહત

નવી દિલ્હી : ભારત માટે કોરોના મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત 8 મહિના પછી દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. દેશમાં હવે 2.22 લાખ દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. આવા દર્દીઓને જ એક્ટિવ કેસ કહેવામાં આવે છે. બાકીના એક કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 1 લાખ 50 હજાર 151 દર્દીઓના મોત થયા છે. મેમાં ભારત ટોપ-10 સંક્રમિત દેશોની યાદીમાં આવ્યું હતું. સપ્ટેમ્બર સુધી વિશ્વમાં બીજા નંબરનો સંક્રમિત દેશ બની ગયો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મંદો પડ્યાનાં આંકડા વિદિત છે અને સાથે સાથે ભારતમાં કોરોના સામેની લડાઇમાં હવે બે રસીને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેકની રસી અને સિરમ ઇન્સટીટ્યુટની રસીને સરકાર નજીકનાં દિવસોમાં જ વેક્સિનેશન માટે ઉપયોગમાં લેશે અને આ માટેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

(9:24 pm IST)