Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં દુકાનમાં વેચાતા જુતાના સોલ ઉપર ‘ઠાકુર' શબદ લખેલ જોવા મળતા યુવક દ્વારા દુકાનદાર અને કંપની વિરૂદ્ધ કેસઃ વેપારીની ધરપકડ

બુલંદશહેર: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં જૂતા વેચનારી કંપની અને દુકાનદાર પર FIR દાખલ કરવામાં આવી છે. અહીના ગુલાવઠી વિસ્તારની એક દુકાનમાં જૂતાના સોલ પર ઠાકુર શબ્દ લખેલો હતો. એક યુવકે દુકાનદાર અને જૂતા બનાવનારી કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે અને પોલીસે આ મામલે દુકાનદારની ધરપકડ કરી છે.

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુકાનદાર નાસિર, એક જોડી જૂતા સાથે ઉભેલો જોવા મળે છે, જેની પર ઠાકુર લખેલુ છે.જેમાં નાસિર કહી રહ્યો છે કે ભોજન (રોજી-રોટી) કેમ બંધ કરાવી રહ્યા છો? તો વીડિયો બનાવનારો વ્યક્તિ કહે છે કે તમારે પહેલા આ જૂતા હટાવી દેવા જોઇતા હતા, કેમ ના હટાવ્યા? નાસિર કહે છે કે તે થોડી જૂતા બનાવી રહ્યો છે, તે તો લાવીને વેચી રહ્યો છે. તો વીડિયો બનાવનારા વ્યક્તિ તરફથી જવાબ આવે છે જે કહે છે જોઇને લાવવા જોઇતા હતા.

શહેરની ટાઉન સ્કૂલ પાસે નાસિર જૂતા વેચતો હતો. કેટલાક લોકો ખરીદી કરી રહ્યા હતા. આ દરમિયાન જૂતાના સોલ પર ઠાકુર લખેલુ જોવા મળ્યુ હતું, જે યુવકે ફરિયાદ દાખલ કરાવી, તે નાસિરની દુકાન પર જૂતા ખરીદવા માટે ગયો હતો, ત્યારે તેને જોયુ કે તેની દુકાનમાં મોટાભાગના જૂતાની નીચે જાતિસૂચક શબ્દ લખેલો હતો.

FIR અનુસાર, જ્યારે તે યુવકે તેનો વિરોધ કર્યો ત્યારે નાસિરે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને મારપીટ શરૂ કરી હતી અને કહેવા લાગ્યો કે તે આ પ્રકારના જાતિ સૂચક શબ્દ લખેલા જૂતા વેચશે. ફરિયાદમાં યુવકે નિવેદન કર્યુ છે કે તે આ રીતના જૂતા બનાવનારી કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે બુલંદશહેર પોલીસ તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ છે અને આ મામલે કાયદાના હિસાબથી કાર્યવાહી કરવામાં આવી છે.

(5:43 pm IST)