Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

પાણી માટે ભારત સહિત અનેક દેશોમાં વધી હિંસા

ચોંકાવનારો રીપોર્ટઃ ૧૭ દેશોમાં ડે ઝીરોની સ્થિતિ આવશે

વોશિંગ્ટન, તા. ૬ :. ભારત સહિત વિશ્વભરના દેશોમાં ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક વખત તો પાણી માટે રમખાણો પણ થઈ રહ્યા છે. અમેરિકાની કેલીફોર્નિયા સ્થિત પેસિફીક ઈન્સ્ટીટયુટ થીંકટેંકના આંકડા અનુસાર છેલ્લા એક દાયકાની તુલનામાં ગત ૧૦ વર્ષમાં પાણી સંબંધીત હિંસાત્મક ઘટનાઓ બમણાથી વધુ થઈ ગઈ છે.

રીપોર્ટ અનુસાર સતત જનસંખ્યામાં વૃદ્ધિ, સંશાધનોનો ખરાબ દેખાવ અને જલવાયુ પરિવર્તનને કારણે આ સંકટ ધીમે ધીમે વિકરાળ બની રહ્યુ છે.

રીપોર્ટ અનુસાર વિશ્વની ચોથા ભાગની વસ્તી ગંભીર જળસંકટનો સામનો કરી રહી છે. જેમા કતાર, ઈઝરાયેલ, લેબનાન, ઈરાન, જોર્ડન, લીબીયા, ભારત, પાકિસ્તાન, બહેરીન, યુએઈ, સાઉદી અરેબીયા, કુવૈત વગેરેનો સમાવેશ થાય છે. આ દેશોએ ટુંક સમયમાં ડે ઝીરોનો સામનો કરવો પડી શકે છે.

પાણીને લઈને વિવાદમાં ભારતમાં ૨૦૧૦ બાદ ૩૧ મોટી હિંસાત્મક ઘટનાઓ થઈ છે. જ્યારે છેલ્લા દાયકામાં તે ૧૧ હતી.

(11:41 am IST)