Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

અમેરિકાની એક યુનિ.નો વિચિત્ર દાવો

હુલ્લડો પછી દર વખતે બીજેપીના મતોમાં વધારો થયો છે, કોંગ્રેસે નુકસાન વેઠયુ છે

જે સ્થળો પર કોંગ્રેસના વોટ વધ્યા છે ત્યાં હુલ્લડોમાં ઘટાડો થયો છે

વોશિંગ્ટન, તા.૬: Yale Universityએ તાજેતરમાં ભારતના રાજકારણ પર રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યા છે કે, ભારતમાં હુલ્લડો પછી ભાજપના વોટમાં વધારો થાય છે જયારે કોંગ્રેસ પાર્ટીને નુકસાન ઉઠાવવુ પડે છે.

Yale Universityના કેકે પોલિટિકલ સાયન્ટિસ્ટ ગેરેથ નેલિસ, માઇકલ વેવર અને સ્ટીવન રોજેનવેગએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેને Do Parties Matter For Ethnic Violence? Evedence From India નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી જેમ બીજેપીના વોટનું પ્રમાણ હુલ્લડો પછી દર ચૂંટણી પહેલા ૦.૮ ટકા વધ્યુ છે. હુલ્લડોને કારણે મતદાતાઓના ધ્રુવીકરણથી કોંગ્રેસને નુકસાન વેઠવુ પડ્યું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ૧૯૬૨થી ૨૦૦૦ સુધી કોંગ્રેસ નજીકની ચૂંટણી હારી હતી, જેના કારણોસર દેશમાં ૧૦ ટકા ઓછા હુલ્લડો થયા. રિપોર્ટ મુજબ હુલ્લડોથી જાતીય ધ્રુવીકરણ થાય છે, જેથી જાતીય ધાર્મિક રાજકીય પાર્ટીઓને ફાયદો પહોંચે છે. બીજી તરફ હિન્દુ-મુસ્લિમ હુલ્લડોને કારણે કોંગ્રેસે નુકસાન ઉઠાવવુ પડયું છે. રિપોર્ટમાં એવી પણ ટિપ્પણી કરવામાં આવી છે કે, ભારત ૧૯૭૪માં વિભાજન દરમિયાન હિન્દુ-મુસ્લિમ હિંસામાંથી પસાર થઇ ચૂકયુ છે અને એવી આશંકાઓ હતી કે આઝાદી પછી બંને સમુદાયો વચ્ચેની ધૃણા એકવાર ફરી દેશનું વિભાજન કરાવશે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે સ્થળો પર કોંગ્રેસના વોટ વધ્યા છે ત્યાં હુલ્લડોમાં ઘટાડો થયો છે.

(10:01 am IST)