Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પાકિસ્તાન નબળી સ્થિતીમાં, અત્યારે તેના કબ્જા હેઠળનું કાશ્મીર પાછુ લઇ લેવું જોઇએ : હરીશ રાવત

કોંગ્રેસને સરકારમાં તેનો ઠરાવ સર્વસંમતિથી પસાર કરાયો'તો : કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું નિવેદન

નવી દિલ્હી,તા.૫ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે રવિવારે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને મુકત કરવાનો આ યોગ્ય સમય છે. હરીશ રાવતે કહ્યું કે પાકિસ્તાન હાલમાં નબળી સ્થિતિમાં છે અને આ સમય છે જ્યારે આપણે તેના કબજા હેઠળનું કાશ્મીર પાછું લઈ લેવું જોઈએ.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન રાવતે કહ્યુંપાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ રહેલા કાશ્મીરને મુકત કરવાની અમારી જવાબદારી છે અને અમારી સંસદે તે ઠરાવ પસાર કર્યો છે. કોંગ્રેસની સરકારમાં તે ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. મોદીના શાસનમાં સરકાર આ પણ એજન્ડા પર હોવું જોઈએ. તે માત્ર શબ્દો દ્વારા ન થવું જોઈએ. હાલમાં પાકિસ્તાન ખૂબ જ નબળી સ્થિતિમાં છે. હવે સમય આવી ગયો છે કે આપણે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાકિસ્તાન પાસેથી છીનવી લઈએ.

પાકિસ્તાનના નવા સૈન્ય વડા જનરલ સૈયદ અસીમ મુનીરે કહ્યું હતું કે જો તેમના દેશ પર હુમલો થાય છે તો સેના પોતાના દેશની રક્ષા કરવા અને દુશ્મનને જવાબ આપવા માટે તૈયાર છે. અસીમ મુનીરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાવતે ભ્ંધ્ પરત લેવાની વાત કરી હતી.

તે પહેલા ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના આદેશ મળવા પર પાકિસ્તાન  પ્રશાસિત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ નિવેદન પર ટિપ્પણી કરતા પાકિસ્તાનના નવા આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે યુદ્ધની તૈયારીઓની વાત કરી હતી.

(4:38 pm IST)