Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જીયોએ લોન્ચ કર્યો પ્લાનઃ રોજનું ૧.૫ જીબી ડેટા સાથે ઘણુ બધુ

નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકોમ કંપનિયોએ કેટલાક દિવસો પહેલા ભાવ વધારાની જાહેરાત કરી દિધી હતી. જેમાં વોડા-આઇડિયા અને એરટેલે તેના મોબાઇલ ટેરીફની કિંમતોમાં વૃદ્ઘિ કરી છે અને વધતી કિંમતોની સાથે કેટલાક નવા પ્લાન્સ પણ લોન્ચ કર્યા છે. નવા ટેરિફ ૩ ડિસેમ્બર રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ થયા છે.

જયાં આ કંપનીઓ ટેરીફની કિંમતોમાં વધારો કરી ચર્ચામાં છે. તેમજ રિલાયન્સ જિયોએ પણ છઠ્ઠી ડિસેમ્બરથી ટેરીફ પેકની કિંમતમાં વધારો કર્યો છે. જેમાં જિયો ગ્રાહકોને પ્લાનના વધુ રૂપિયા ચુકવવા પડશે. યુઝર્સની આ મુશ્કેલીને ઓછી કરવા જિયોએ બજારમાં એક ખાસ ઓફર લોન્ચ કરી છે. જેની વેલિડીટી ૩૩૬ દિવસની છે.

 આ નવા પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રૂપિયા ૧૯૯નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા ૨૯૯નો અને ત્રણ મહિના માટે રૂપિયા ૫૫૫ અને એક વર્ષ માટે ૨,૧૯૯ રૂપિયા ચૂકવવા પડશે.

ઉલ્લેખનિય છે કે વિશ્વના સૌથી મોટા મોબાઇલ ડેટા ઓપરેટર જિયોએ 'ન્યુ ઓલ-ઇન-વન પ્લાન્સ' ની જાહેરાત કરી છે. આ પ્લાન્સમાં જિયોના ગ્રાહકોને અગાઉના ઓલ-ઈન-વન પ્લાન્સ કરતાં ૩૦૦ % સુધી વધુ લાભ મળશે. ઉપરાંત વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે શ્રેષ્ઠ-ગુણવત્ત્।ાવાળી સેવા આપવાના જિયોના વચનને સમર્થન આપશે. માર્કેટમાં આ પ્લાન ૬ ડિસેમ્બરથી ઉપલબ્ધ થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના ઓલ-ઈન-વન પ્લાન્સ કરતાં ૩૦૦ % સુધી વધુ લાભ મળશે અને માર્કેટની સૌથી વ્યાજબી યોજના છે. 

(3:25 pm IST)