Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પોલીસકર્મી કિન્નર સાથે શારીરિક સંબંધ બાંધતા રંગેહાથ ઝડપાયો: વીડિયો વાયરલ થતા બદલી

થોરાઈપક્કમમાં ફરજ બજાવતો પોલીસકર્મી ઝાડીઓમાં ઝડપાયો :લોકોએ વિડિઓ રેકોર્ડ કરી લીધો

તમિલનાડુના ચેન્નાઈ પાસે આવેલા પલ્લીકરનાઈમાં કેટલાક યુવાનોએ આ પોલીસકર્મીને કિન્નર સાથે શારીરિક સંબંધ બાંધતાં રંગે હાથે ઝડપ્યો હતો.આ પોલીસકર્મી થોરઇપક્કમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે

  આ વિસ્તારના લોકો આમ પણ આ બધા કિન્નરોની અસામાજીક પ્રવૃત્તિથી પરેશાન હતા જેની ફરિયાદ પણ તેમને પોલીસને ઘણીવાર કરી હતી તેવા રાત્રે સતીશ સથ્યરાજ નામના આ કોન્સ્ટેબલને એ જ સ્થળે કોઈની રાહ જોતો લોકોએ જોયો હતો જ્યાં બાદમાં આ કિન્નર આવતાં તે પોલીસકર્મી તેની સાથે ઝાડીઓમાં જતો રહ્યો હતો. લોકોએ પણ તેની શંકાસ્પદ ગતિવિધિ રેકોર્ડ કરવાનું ચાલુ રાખીને તેઓ પાછળ પાછળ ગયા હતા. જ્યાં આ પોલીસવાળો તે કિન્નરની સાથે શારીરિક સંબંધ બાંધતો ઝડપાઈ ગયો હતો.

    લોકોએ તેનો વીડિયો રેકોર્ડ પણ કરી લીધો હતો અને આવેશમાં આવી જઈને યુવાનોએ હંગામો પણ કર્યો હતો જોકે કિન્નર પણ આ પોલીસના સમર્થનમાં આવ્યો હતો.પોલીસવાળાને પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવ્યો હતો અને વીડિયો વાઈરલ થઈ જતાં તેની બદલી પણ કરી નાખી હતી.

  પોલીસે આ ઘટના બાદ તાત્કાલિક પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે. કેટલાક છાત્રોએ પોલીકર્મીનો વીડીયો બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. લોકો આ રોડ પર કિન્નરોથી પરેશાન હતા. રાત્રે કિન્નરોનું એક જૂથ પૈસાની વસૂલી કરતું હતું જે સામે પોલીસ આંખ આડા કાન કરતી હતી.

(12:00 am IST)