Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ટ્વિટર પર લોકપ્રિય છે પીએમ મોદીઃ ૫૧ ટકા ફોલોઅર વધ્યા

એક વર્ષ બાદ મોદીને ૩૭.૫ કરોડ લોકો કરે છે ફોલોઃ અક્ષયકુમારના ફોલોઅરની સંખ્યા વધીઃ એઆર રહેમાન - પ્રિયંકા ટોપ ટેનના લિસ્ટમાંથી બહારઃ સચિન - કોહલી સામેલ

નવી દિલ્હી તા. ૫ : ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરનારા ભારતીય બન્યાના એક વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે ૩૭.૫ કરોડ લોકો ફોલો કરે છે. છેલ્લા એક વર્ષમાં જીએસટી, મન કી બાત, રાષ્ટ્રપતિ ચુંટણી અને નોટબંધીના એક વર્ષ જેવા હેશટેગ ચાલ્યા છતાં વડાપ્રધાનને ફોલો કરતા લોકોની સંખ્યામાં ૫૧ ટકાનો વધારો થયો છે.

વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ ચર્ચિત વિષયો વિશે પૂછવા પર ટ્વિટર ઇન્ડીયાના કંટ્રી ડાયરેકટર તરનજીતસિંહે કહ્યું, વડાપ્રધાને પોતાની નંબર પોઝીશન બનાવી રાખી છે. સાથે જ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ક્રિકેટ સ્ટાર પણ ટોપ ટેનમાં સામેલ છે.

આશ્ચર્ય એ છે કે, ટોપ ટેનની લિસ્ટમાં પ્રિયંકા ચોપડા અને એઆર રહેમાન રહ્યા નથી. જોકે અક્ષયકુમારને ફોલો કરતી સંખ્યામાં ભારે વધારો થયો છે અને તેઓએ વર્ષ ૨૦૧૭માં આમિરખાનને પાછળ મુકી દીધા.(૨૧.૧૮)

 

(11:31 am IST)